અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા 3000 વિદ્યાર્થીઓ સાથે વિજ્ઞાન સપ્તાહની ઉજવણી

Advertisement

સુરત : 28 ફેબ્રુઆરી એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ઓલપાડ ચોર્યાસી તાલુકાની 25 જેટલી શાળામાં અદાણી ફાઉન્ડેશન, હજીરા અંતર્ગત દ્વારા ચાલતા ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પૈકી 10 શાળામાં તો ગયું આખું સપ્તાહ વિજ્ઞાન સપ્તાહ તરીકે ઉજવાયું હતું. જૂનાગામ ખાતે આવેલી નવચેતન અદાણી પ્રાથમિક વિભાગ દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃતિની સાથે “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી નિમિત્તે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિજ્ઞાન સપ્તાહ ઉજવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી સમજને અન્ય સાથે વહેંચે ,વિજ્ઞાનની શોધો આધારિત પ્રયુક્તિઓ સમાજના છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ વધે, વિજ્ઞાન ટેકનોલોજીથી અભિમુખ થાય, વિજ્ઞાન દ્વારા થતા લાભો અંગે જાગૃત થાય તેમજ આપણા રોજબરોજના જીવનના વિવિધ તબક્કે વિજ્ઞાનની ઉપયોગીતા સમજે એ હતો. નવચેતન અદાણી વિદ્યાલય – અદાણી ફાઉન્ડેશન અને ઉત્થાન પ્રોજેક્ટ ના સહકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ સમક્ષ કુલ 10 ટીમ મળીને ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની 10 શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને વિવિધ પ્રયોગો બતાવ્યા. પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું આદાન-પ્રદાન કર્યું. આ પ્રયોગોમાં મુખ્ય વિષય તરીકે વિજ્ઞાન સંરક્ષણ, વૈજ્ઞાનિક જાગૃતતા, અંધશ્રદ્ધા તરફ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ હેતુ આધારિત પ્રયોગો રજુ કર્યા હતા.

સુરત જિલ્લાની ઓલપાડ અને ચોર્યાસી તાલુકા ની કુલ 25 સરકારે પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં 3,000 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અદાણિ નવચેતન વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ પૂંઠા, વેસ્ટ સ્ટ્રો, પ્લાસ્ટિકની બોટલ, ઈન્જેકશન સિરીંજ, પાઈપો વગેરનો ઉપયોગ કરી 83 જેટલા મોડેલ બનાવ્યા હતા. એ પૈકી 55 વર્કિંગ મોડલ અને 28 માહિતી દર્શક મોડલ હતા. વિજ્ઞાન મેળાનું ઉદ્દઘાટન નવચેતન વિદ્યાલયના નિવૃત આચાર્ય ચુનીભાઈ પટેલ, મોર ટુંડા પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષક દેવાંગીની પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મોર ટુંડા પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પના બેન, નવચેતન વિદ્યાલયના આચાર્ય સતીષભાઈ પટેલ, હજીરા વિસ્તારના બીટ નિરીક્ષક મણીભાઈ લાડ, નવચેતન વિદ્યાલયના વિજ્ઞાન શિક્ષક દર્શનાબેન, મોરા ક્લસ્ટરના સી.આર.સી કો- ઓર્ડીનેટર નીતાબેન દ્વારા વિજ્ઞાન મેળાની મુલાકાત લેવામાં આવી હતી.

Advertisement