Featured
Gujarat rooftop solar government buildings, the blunt times
Gujarat Targets 65 MW Solar Boost Across 15,000 Govt Buildings
Aditi Jadhav: From a Passion for Dance to Exploring New Horizons in Entertainment-TBT
Aditi Jadhav: From a Passion for Dance to Exploring New Horizons in Entertainment
Gujarat lawyers strike against Rent Bill, the blunt times
Gujarat Lawyers Begin Indefinite Strike Over Rent Bill
October 5, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Longevity Revolution 2026 Concludes in New Delhi, Bringing Together 91 Faculty Members to Advance the Conversation on Healthy Ageing
Longevity Revolution 2026 Concludes in New Delhi, Bringing Together 91 Faculty Members to Advance the Conversation on Healthy Ageing
October 5, 2026
GSFC University Corporate Skill Development Programme, the blunt times
GSFC University Trains 1,000+ Students With AI Skills
October 5, 2026
Daman Police ganja seizure, the blunt times
Daman Police seize 12.607 kg of ganja in two-phase operation, two held
October 5, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
સમૂહલગ્નો ગરીબ અને મધ્યમવર્ગીય માતા-પિતા માટે આશીર્વાદરૂપ બન્યા છેઃ સાસંદ સી.આર.પાટીલ
Home/City Events/સમૂહલગ્નો ગરીબ અને મધ્યમવર્ગીય માતા-પિતા માટે આશીર્વાદરૂપ બન્યા છેઃ સાસંદ સી.આર.પાટીલ
City Events

સમૂહલગ્નો ગરીબ અને મધ્યમવર્ગીય માતા-પિતા માટે આશીર્વાદરૂપ બન્યા છેઃ સાસંદ સી.આર.પાટીલ

સુરત :  આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા માંડવી ખાતે આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં ૧૬૩ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. માંડવી સ્થિત બજરંગ પાર્ક સામે, હનુમાનજી મંદિર...

Times News Service
May 7, 2023 2 Min Read

સુરત :  આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા માંડવી ખાતે આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં ૧૬૩ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. માંડવી સ્થિત બજરંગ પાર્ક સામે, હનુમાનજી મંદિર પાસે, માંડવી-ઝંખવાવ રોડ ખાતે આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સર્વશ્રી સી.આર.પાટિલ અને પ્રભુભાઈ વસાવાએ પણ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓને સુખી લગ્નજીવનના આશીર્વચન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલે સમૂહલગ્નના આયોજન થકી આદિવાસી સમાજની ગરીબ દીકરીઓના લગ્નનું અનેરૂ સેવાકીય કાર્ય કરવા બદલ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ઘણા કિસ્સાઓમાં ગરીબ આદિવાસી પરિવારો પોતાનું ઘર અને જમીનને ગીરવી મૂકી દીકરા-દિકરીના લગ્ન કરાવે છે, અને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈને દેવાદાર બની જાય છે, ત્યારે આવી સમસ્યાના નિવારણ માટે સમૂહલગ્નો ગરીબ અને મધ્યમવર્ગીય માતા-પિતા માટે આશીર્વાદરૂપ બન્યા છે.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રભુતામાં પગલા પાડનાર ૧૬૩ નવયુગલોને ઉજ્જવળ દામ્પત્યજીવનની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, સમાજ એક બનીને આગળ વધશે તો પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહી. સેવાભાવી નાગરિકો, સમાજ અને સંસ્થાઓ સારા ઉદ્દેશ સાથે આગળ વધતા હોય તો સરકાર  હરહંમેશા તેમને સહકાર આપવા તત્પર છે.

શ્રી હલપતિએ વધુમાં જણાવ્યું કે, આમજનતા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લઈને પ્રગતિ કરી રહી છે. કરકસરના પ્રતિકરૂપ સમુહલગ્નોથી એકતાનો ભાવ પ્રગટ થાય છે. લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે. બચતના નાણા બાળકોના શિક્ષણ,આરોગ્ય પાછળ ખર્ચ કરી શકાય છે એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી પાટીલે દિકરીના જન્મથી તેના લગ્ન, પ્રસૂતિ, સંતાનોના ઉછેર અને અભ્યાસ માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો બહોળો લાભ મેળવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. ઈશ્વરના આશીર્વાદરૂપ દીકરા કે દીકરી; જેનો પણ જન્મ થાય તેનો સ્વીકાર કરી ભેદભાવ વિના ઉછેર અને શિક્ષણ આપવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષણની ભૂખ ઉઘડી છે. પૈસાના અભાવે કોઈ દીકરીઓના લગ્ન થતા રહી ન જાય તે માટે સમાજઅગ્રણીઓએ સમુહલગ્નોત્સવ યોજી રહ્યા છે,  તે બદલ સૌ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. કોરોનાના કપરા કાળમાં સમાજના ડોકટરોએ સેવાપરાયણતાના ભાવ સાથે દર્દીઓની કરેલી સેવાને બિરદાવી સૌને શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વરભાઈ પરમાર, સંદિપ દેસાઈ, મોહનભાઈ કોંકણી, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહ પટેલ તેમજ મોટી સંખ્યામાં નવયુગલો, પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

CR Paatilmass marriageમાંડવીસમૂહ લગ્નસાંસદ સીઆર પાટિલસુરત

Share Article

Fake Certificates, Fatal Consequences: Driving Schools in Surat Putting Lives at Risk
Previous Post

Fake Certificates, Fatal Consequences: Driving Schools in Surat Putting Lives at Risk

Congress National Convention 2025 in Gujarat, the blunt times
Next Post

Rahul Gandhi rides a scooter with a delivery boy during his campaign in Bengaluru

Picked
Gujarat revenue employees strike, the blunt times
Gujarat Revenue Employees Strike: 10,000 Staff Begin Mass Leave
Gujarat rooftop solar government buildings, the blunt times
Gujarat Targets 65 MW Solar Boost Across 15,000 Govt Buildings
Aditi Jadhav: From a Passion for Dance to Exploring New Horizons in Entertainment-TBT
Aditi Jadhav: From a Passion for Dance to Exploring New Horizons in Entertainment
Gujarat lawyers strike against Rent Bill, the blunt times
Gujarat Lawyers Begin Indefinite Strike Over Rent Bill
TEDxIEMSaltLake 2026 explores loneliness and human connection in the era of AI
TEDxIEMSaltLake 2026 explores loneliness and human connection in the era of AI
From India to Los Angeles: Priyanka Chandani takes on lead role as Zoya in Dhar Mann’s latest episode-TBT
From India to Los Angeles: Priyanka Chandani takes on lead role as Zoya in Dhar Mann’s latest episode
Popular Posts
TEDxIEMSaltLake 2026 explores loneliness and human connection in the era of AI
TEDxIEMSaltLake 2026 explores loneliness and human connection in the era of AI
By TBT Online Desk
From India to Los Angeles: Priyanka Chandani takes on lead role as Zoya in Dhar Mann’s latest episode-TBT
From India to Los Angeles: Priyanka Chandani takes on lead role as Zoya in Dhar Mann’s latest episode
By TBT Online Desk
Vatsal Soin idle data patent, the blunt times
Can Bands Unearth Value From Idle Data? Vatsal Soin Files New 0→1 Patent October 1 – AI-AGI Superintelligence Invention
By Times News Service
Clastek
Clastek Engineering Limited Filed DRHP With NSE Emerge
By TBT Online Desk
ICA-GemLab
ICA-GemLab Strengthens India Presence with New Laboratory in Surat
By TBT Online Desk
GCAU Vande Ayucon-3 Surat, the blunt times
1,200 Ayurveda Doctors to Gather at GCAU Vande Ayucon-3 in Surat
By Times News Service

Read Next

GSFC University Corporate Skill Development Programme, the blunt times
City Events
GSFC University Trains 1,000+ Students With AI Skills
October 5, 2026
1 Min Read
Daman Police ganja seizure, the blunt times
City Events
Daman Police seize 12.607 kg of ganja in two-phase operation, two held
October 5, 2026
2 Min Read
Surat bird watching expedition, the blunt times
City Events
Surat Birdwatchers Spot 55+ Species During Wildlife Week Expedition
October 5, 2026
2 Min Read
Simran Patel arrested over Gandhi Reel, the blunt times
City Events
Surat Police Arrest Influencer Simran Patel Over Obscene Gandhi Reel
October 5, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Gujarat Revenue Employees Strike: 10,000 Staff Begin Mass Leave
October 5, 2026
Gujarat Targets 65 MW Solar Boost Across 15,000 Govt Buildings
October 5, 2026
Aditi Jadhav: From a Passion for Dance to Exploring New Horizons in Entertainment
October 5, 2026
Gujarat Lawyers Begin Indefinite Strike Over Rent Bill
October 5, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Entertainment
Spotlight
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy