Featured
Gujarat University Neerja Gupta inquiry, the blunt times
Ex Gujarat University VC Faces Probe Over Rs.10.93 Crore Salary Allegations
Chhota Udepur leopard attack, the blunt times
Leopard kills 4-year-old girl in Chhota Udepur, captured
Amity Online-PNn
Amity Online Learners Make India Proud at the Commonwealth Games 2026 While Pursuing Their Education
July 30, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
HDFC Bank CSR Parivartan, the blunt times
HDFC Bank CSR Touches 10.77 Crore Lives, Spends ₹1,316 Crore in FY26
July 30, 2026
Yale
Yale Launches the India Forum for the First Time in 300 Years, with Inaugural Edition to be held on 3–4 October 2026 at New Haven, Connecticut (Yale University Campus)
July 30, 2026
Shreelakshmi Bhat: The Golden Girl of a Rising India 
July 30, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
સુરત શહેરથી સૌપ્રથમવાર આંતરડાનું દાન: આંતરડા મહારાષ્ટ્રના ૪૦ વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે
Home/City Events/સુરત શહેરથી સૌપ્રથમવાર આંતરડાનું દાન: આંતરડા મહારાષ્ટ્રના ૪૦ વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે
City Events

સુરત શહેરથી સૌપ્રથમવાર આંતરડાનું દાન: આંતરડા મહારાષ્ટ્રના ૪૦ વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે

સુરતઃ  મૂળ તેલંગાણાના વતની અને સુરતના ગોડાદરામાં રહેતા ચિત્તયલ પરિવારે સ્વપ્નેય વિચાર્યું નહીં હોય કે પરિવારની ૩ વર્ષની માસૂમ દિકરીનો જન્મદિન તેના પિતાનો મૃત્યુદિન બનશે. આ પરિવારના ૩૨ વર્ષીય ભરતભાઈને...

Times News Network
April 13, 2023 2 Min Read

સુરતઃ  મૂળ તેલંગાણાના વતની અને સુરતના ગોડાદરામાં રહેતા ચિત્તયલ પરિવારે સ્વપ્નેય વિચાર્યું નહીં હોય કે પરિવારની ૩ વર્ષની માસૂમ દિકરીનો જન્મદિન તેના પિતાનો મૃત્યુદિન બનશે. આ પરિવારના ૩૨ વર્ષીય ભરતભાઈને માથાનો અસહ્ય દુઃખાવો ઉપડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બ્રેઈનડેડ જાહેર થતા ચિત્તયલ પરિવારે ભારે હૈયે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. શોકાતુર પરિવારે બ્રેઈનડેડ યુવકના આંતરડા, લીવર અને બે કિડનીનું અંગદાન કરી માનવતાની મિસાલ પૂરી પાડી છે. ખાસ કરીને સુરત શહેરથી આ સૌપ્રથમ આંતરડાનું દાન થયું છે. આંતરડા મહારાષ્ટ્રના ૪૦ વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. સ્વ.ભરતભાઈના ચાર અંગોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. આ સાથે નવી સિવિલમાં ૨૧મું સફળ અંગદાન થયું છે.

સુરતના ગોડાદરાની શંકરનગર સોસાયટીમાં રહેતા (મૂળ: હૈદરાબાદ, તેલંગાણા) ભરતભાઈ સત્યનારાયણજી સુરતની ટેક્ષ્ટાઈલ કંપનીમાં નોકરી કરીને પરિવારનું પાલનપોષણ કરતા હતા. ગત તા.૧૦મીના રોજ અચાનક માથામાં અસહ્ય દુ:ખાવો ઉપડતા બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. જેથી પરિવારે તાત્કાલિક સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં આઈસીયુમાં ન્યુરો ફિઝીશિયન ડો.જય પટેલે સારવાર શરૂ કરી હતી. બે દિવસની સારવાર દરમિયાન તેમના સ્વસ્થ થવાની કોઈ શક્યતા ન હોવાથી તા.૧૨મીના રોજ તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ હોવાથી તેમના પરિવારજનોને ડો.નિલેશ કાછડીયાએ અંગદાન અંગેની સમજ હતી.

પરિવારજનોએ જણાવ્યું હતું કે, અંગદાન વિશે અખબારો અને અને ન્યુઝ ચેનલોમાં ઘણી વખત વાંચ્યું અને જોયું છે. અંગદાનથી અન્ય લોકોને જીવનદાન મળે છે એવી અમને સામાન્ય સમજ છે. અમારા સ્વજન આ દુનિયામાં નથી રહ્યા, પણ અંગદાન કરવાથી તેઓ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતા હોય તો એનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે? અન્ય જરૂરિયાતમદ પરિવારના બાળકો પિતાની છત્રછાયા ન ગુમાવે એવી ભાવના વ્યક્ત કરીને અંગદાન માટે આગળ વધવા સંમતિ આપી હતી.

સ્વ.ભરતભાઈને સંતાનમાં એક પાંચ વર્ષની ઉન્નતિ અને ત્રણ વર્ષની સાનવી એમ બે દીકરીઓ છે. પિતા સત્યનારાયણ મજૂરી કામ જ્યારે માતા શકુંતલાબેન અને પત્નિ અમિતાબેન ગુહિણી છે. ગત તા.૧૨મી એપ્રિલે ત્રણ વર્ષની સાનવીનો જન્મદિન હતો, પણ જન્મદિનની ઉજવણી કરે એ પહેલા પિતા ભરતભાઈએ પરિવારની અંતિમ વિદાય લીધી, ત્યારે દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બનનાર આ પરિવારની સંમતિ મળતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. જેમાં આજ રોજ અમદાવાદની IKDRC-ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટરની ટીમ દ્વારા સુરત સિવિલ આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવરનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. તેમજ આંતરડા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ મહારાષ્ટ્રના ૪૦ વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. સુરત પોલીસે અંગો લઈ જવા ગ્રીન કોરિડોર બનાવી ઉમદા સહયોગ આપ્યો હતો.

અંગદાનના આ સેવા કાર્યમાં આર.એમ.ઓ. ડો.કેતન નાયક, મેડિકલ ઓફિસર ડો.લક્ષ્મણ ટેહલિયાની, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલા, સોટો ઓર્ગન ડોનેશન ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

Tags:

GujaratintestinesNew Civil HospitalOrgan Donationorgan transplantationSuratTelangana man

Share Article

Coat featuring Vivaan Shah and Sanjay Mishra premieres May 26
Previous Post

Coat featuring Vivaan Shah and Sanjay Mishra premieres May 26

Best Online Courses Available for Data Science
Next Post

Best Online Courses Available for Data Science

Picked
Invertis University
Invertis University Announces a New Milestone as Region’s First & India’s Fifth Google Agentic AI University
Gujarat University Neerja Gupta inquiry, the blunt times
Ex Gujarat University VC Faces Probe Over Rs.10.93 Crore Salary Allegations
Chhota Udepur leopard attack, the blunt times
Leopard kills 4-year-old girl in Chhota Udepur, captured
Amity Online-PNn
Amity Online Learners Make India Proud at the Commonwealth Games 2026 While Pursuing Their Education
Gujarat heavy rain alert, the blunt times
Gujarat Braces for Six Days of Heavy Rain as IMD Issues Red Alert
Ratul Puri on Why India's Renewable Energy Growth Is Driven by Both Capacity enhancement and Power Delivery-TBT
Ratul Puri on Why India’s Renewable Energy Growth Is Driven by Both Capacity enhancement and Power Delivery
Popular Posts
Gujarat heavy rain alert, the blunt times
Gujarat Braces for Six Days of Heavy Rain as IMD Issues Red Alert
By Times News Network
Ratul Puri on Why India's Renewable Energy Growth Is Driven by Both Capacity enhancement and Power Delivery-TBT
Ratul Puri on Why India’s Renewable Energy Growth Is Driven by Both Capacity enhancement and Power Delivery
By TBT Online Desk
Friendship's Day Gift Guide: Kingston's Top Tech Picks for Every Kind of Best Friend-PNN
Friendship’s Day Gift Guide: Kingston’s Top Tech Picks for Every Kind of Best Friend
By TBT Online Desk
Gali Arundar Sai, Founder & CEO, HostMyGuest
HostMyGuest Founder on ‘The Loneliness of Building a Category No One Has Named Yet’
By TBT Online Desk
Author Mithilesh Khandwala's BanFuels Educational Transformation in Gujarat Border Villages Through Royalty-Funded Initiative-TBT
Author Mithilesh Khandwala’s BanFuels Educational Transformation in Gujarat Border Villages Through Royalty-Funded Initiative
By TBT Online Desk
Gujarat RCC cemen road policy, the blunt times
Expert Warns Gujarat’s RCC Road Plan May Threaten Water, Climate
By Times News Network

Read Next

Nasirnagar demolition case Surat, the blunt times
City Events
“Why So Much Trust in SMC Commissioner?” HC Raises Red Flag Over Nagarajan’s Continuance
July 30, 2026
2 Min Read
Tiktok star Kirti Patel arrested, the blunt times
City Events
Tiktok star Kirti Patel Arrested in Surat Extortion Case
July 30, 2026
2 Min Read
Gujarat University Neerja Gupta inquiry, the blunt times
City Events
Ex Gujarat University VC Faces Probe Over Rs.10.93 Crore Salary Allegations
July 30, 2026
1 Min Read
Chhota Udepur leopard attack, the blunt times
City Events
Leopard kills 4-year-old girl in Chhota Udepur, captured
July 30, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Invertis University Announces a New Milestone as Region’s First & India’s Fifth Google Agentic AI University
July 30, 2026
Ex Gujarat University VC Faces Probe Over Rs.10.93 Crore Salary Allegations
July 30, 2026
Leopard kills 4-year-old girl in Chhota Udepur, captured
July 30, 2026
Amity Online Learners Make India Proud at the Commonwealth Games 2026 While Pursuing Their Education
July 30, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Business
Education
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy