Featured
IPS Academy
IPS Academy Hosts Five-Day Induction Programme ‘Aavahan 2026’ at North Campus
ESDS Momentum Puts Spotlight on Kellton Tech as Investors Scan India’s Small-Cap IT Space-TBT
ESDS Momentum Puts Spotlight on Kellton Tech as Investors Scan India’s Small-Cap IT Space
Adroit Industries Set to Open IPO for Subscription on September 23
Adroit Industries Set to Open IPO for Subscription on September 23
September 21, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Simandhar Education
Simandhar Education Partners with Symbiosis College of Arts and Commerce to Offer US CPA, CIA and EA Alongside Undergraduate Studies
September 21, 2026
Lehar Footwears
Lehar Footwears Limited Signs Bollywood Actor ‘Rajkummar Rao’ as Brand Ambassador for its in-house brand – Rannr
September 21, 2026
Vascular
Beyond Surgery: New-Age Vascular Treatments Gain Ground in India
September 21, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
A Historic 12-Jyotirlinga Ram Katha Yatra with Morari Bapu Ends at Talgajarda, Gujarat
Home/Regional/પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન
Regional

પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન

તલગાજરડા : પૂજ્ય મોરારીબાપુ (Pujya Morari Bapu) દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ (12 Jyotirling Ram Katha Yatra) ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના...

Melvyn Thomas
August 8, 2023 3 Min Read

તલગાજરડા : પૂજ્ય મોરારીબાપુ (Pujya Morari Bapu) દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ (12 Jyotirling Ram Katha Yatra) ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં આવ્યું હતું. કેદારનાથના પવિત્ર પર્વતોથી શરૂ કરીને સોમનાથના દરીયા કિનારા સુધી 12,000 કિ.મી. લાંબી યાત્રા 18 દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓને આધ્યાત્મિકતા અને આત્માની શોધની યાત્રાની અનુભૂતિ કરાવવામાં આવી હતી. પૂજ્ય બાપુએ સનાતન ઘર્મના શૈવ અને વૈષ્ણવ સહિતના વિવિધ સમૂહો અને સમુદાયો વચ્ચે સંવાદિતા અને સહ-અસ્તિત્વના બીજ રોપવા માટે 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાના ઉપદેશો ફેલાવવાની આ પહેલ હાથ ધરી હતી.

1008 શ્રદ્ધાળુઓએ રામ કથા સાંભળતા ઉત્તરાખંડ રાજ્યના કેદારનાથ; વિશ્વનાથ, કાશી; બૈદ્યનાથ, ઝારખંડ; મલ્લિકાર્જુન, આંધ્રપ્રદેશ; રામેશ્વરમ્, તમિલનાડુ; નાગેશ્વર, ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર અને ઘૃષ્ણેશ્વર, મહારાષ્ટ્ર; ઓમકારેશ્વર અને ઉજ્જૈન, મધ્ય પ્રદેશ અને છેલ્લે સોમનાથના જ્યોતિર્લિંગના દર્શન કરીને સફળતાપૂર્વક આ યાત્રા પૂર્ણ કરી હતી. શ્રદ્વાળુઓએ ઋષિકેશ, જગન્નાથ પુરી, તિરુપતિ બાલાજી અને દ્વારકાધીશ ધામના પવિત્ર ધામોના દર્શનનો પણ અનુભવ કર્યો હતો.

યાત્રાના ઉદ્દેશ્ય વિશે વાત કરતા બાપુએ જણાવ્યું હતું કે આ યાત્રા “નિર્હેતુ” હતી અર્થાત કોઈ ગુપ્ત હેતુ વગરની હતી, પરંતુ તે જ્યોતિર્લિંગ, ધામો અને અન્ય તમામ હિન્દુ ધર્મસ્થાનો સહિત સનાતન ધર્મની ધર્મનિષ્ઠા અને ભક્તિના કેન્દ્રોને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે મદદ કરશે. બાપુએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે તમામ મંદિરો પહેલેથી જ શુદ્ધ છે, ત્યારે તેમને સ્વચ્છ રાખવાની અને વધુ સારી રીતે સુયોજિત કરવાની જરૂર છે જેથી મોટા ભાગના સામાન્ય માણસો પણ સરળતાથી ત્યાં પહોંચી શકે અને દર્શન મેળવી શકે કે જેથી આંતરિક શાંતિની શોધ કરી શકાય અને દિવ્યતા સાથે જોડાણ મેળવી શકાય.

બાપુએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા અને કાશી તથા ઉજ્જૈનમાં ભવ્ય કોરિડોરનું નિર્માણ કરવાના સરકારના પ્રયાસોને અન્ય મુખ્ય યાત્રાધામોના નવીનીકરણ માટેના ઉદાહરણ તરીકે ગણવા જોઈએ. બાપુએ આ કથાના માધ્યમથી “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિચારની પણ ઉજવણી કરી હતી અને અમૃત કાલની ચાલી રહેલી ઉજવણીઓ વચ્ચે આપણા ભારત દ્વારા સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવામાં આવે છે તેના તરફ ધ્યાન દોર્યું હતું.

ઘણા સંતો માને છે કે આત્મસાક્ષાત્કાર એ માનવજીવનનું અંતિમ ધ્યેય છે, ત્યારે બાપુને લાગે છે કે સાધુએ છેવાડાના માનવી સુધી પહોંચીને પોતાનો અંદરનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યોતિર્લિંગ રામ કથા ઘણી બધી રીતે દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ ચાર ખૂણામાં લોકો સાથે જોડાવાનો અને તેમના સુધી આધ્યાત્મિક ઉમંગ લાવવાનો એક પ્રયાસ હતો. કથાના અંતિમ દિવસે બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય સુમેળ લાવવાની એક પહેલ હતી.

દેશભરમાં ભક્તોમાં સનાતન ધર્મના ઉપદેશો અને તર્કને ફેલાવવાના હેતુ સાથને રામ કથા યાત્રા શાંતિ અને સંવાદિતાના બીજ રોપવા પર કેન્દ્રિત હતી અને આપણા ભારતવર્ષના તત્વમાં સમાવિષ્ટ સમૃદ્ધ ઇતિહાસ અને પ્રાચીન જ્ઞાનની ઉજવણીમાં દેશભરના સમુદાયોને એક કર્યા હતા.

સનાતન ધર્મને નવજીવન આપીને અને રામચરિતમાનસના ઉપદેશોને આધુનિક સમાજ સાથે પ્રસ્તુત કરવાના પ્રયાસરૂપે બાપુએ સ્વચ્છતા, સમાનતા, સંવાદિતા, એકતા અને શાંતિ સાથે સહ-અસ્તિત્વના મૂલ્યોને જાળવી રાખતા આદર્શ સમાજના નિર્માણના મહત્વ વિશે વાત કરી હતી. આપણા ધર્મગ્રંથોનું પ્રાચીન જ્ઞાન દેશભરના ભક્તો સુધી પહોંચાડવા, તેમનામાં આપણા દેશની સંસ્કૃતિ, ધર્મ અને વિવિધતા માટે ગૌરવનું સિંચન થાય તે માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમર્પણ સાથે શ્રદ્ધાળુઓએ માત્ર 18 દિવસમાં જ 12,000 કિ.મી.નો પ્રવાસ ખેડ્યો હતો અને આધ્યાત્મિકતાની ટ્રેનમાં સવાર થઈને સ્તોત્રો, મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓથી વાતાવરણને પવિત્રમય કરી દીધું હતું.

12 જ્યોતિર્લિંગ રામ કથાનું સફળ સમાપન થવાથી મોરારી બાપુનો વારસો સમૃદ્ધ થયો છે. યાત્રાના અંતે બાપુએ જાહેરાત કરી હતી કે આ તેમનું 900મું ધાર્મિક પ્રવચન હતું અને વર્તમાન યાત્રામાં માત્ર વિરામ લીધો છે જે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થોડા દિવસોમાં ફરી શરૂ થશે. બાપુએ પૃથ્વીની પરિક્રમા કરતી વખતે હવામાં, વહાણમાં, કૈલાસ પર, ભૂસુંદી સરોવર વગેરે સ્થળોએ રામકથાનું આયોજન કરવા જેવા અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે.

આ 12 જ્યોતિર્લિંગ રામ કથા રેલ યાત્રાને આઈઆરસીટીસીના સહયોગથી બે વિશેષ ટ્રેનો – કૈલાશ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ ટ્રેનો દ્વારા સુવિધા આપવામાં આવી હતી. આ કથાનું આયોજન બાપુના ફૂલ (ભક્ત) રૂપેશ વ્યાસ દ્વારા ઈન્દોરથી આદેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

Tags:

12 Jyotirling Ram Katha Yatra12 જ્યોતિર્લિંગMorari BapuPujya Morari Bapuપૂજ્ય મોરારી બાપુ

Share Article

A Historic 12-Jyotirlinga Ram Katha Yatra with Morari Bapu Ends at Talgajarda, Gujarat
Previous Post

A Historic journey of 12-Jyotirlinga Ram Katha Yatra with Morari Bapu Ends at Talgajarda, Gujarat

HDFC Bank Parivartan Mumbai Marathon 2026, the blunt times
Next Post

HDFC Bank Launches ‘Purani Gaadi, Nayi Shuruaat’ Initiative

Picked
Atal Good Governance Award Gujarat, the blunt times
Gujarat Launches Atal Good Governance Awards
IPS Academy
IPS Academy Hosts Five-Day Induction Programme ‘Aavahan 2026’ at North Campus
ESDS Momentum Puts Spotlight on Kellton Tech as Investors Scan India’s Small-Cap IT Space-TBT
ESDS Momentum Puts Spotlight on Kellton Tech as Investors Scan India’s Small-Cap IT Space
Adroit Industries Set to Open IPO for Subscription on September 23
Adroit Industries Set to Open IPO for Subscription on September 23
eco-friendly Ganesh idols in Gujarat, the blunt times
Gujarat’s Clay Ganesh Idols Generate Rs.5 Crore
Bharat Ethanol Forum 2026 in Mumbai on September 28 and 29; focus shifts from E20 to E30-TBT
Bharat Ethanol Forum 2026 in Mumbai on September 28 and 29; focus shifts from E20 to E30
Popular Posts
eco-friendly Ganesh idols in Gujarat, the blunt times
Gujarat’s Clay Ganesh Idols Generate Rs.5 Crore
By Times News Service
Bharat Ethanol Forum 2026 in Mumbai on September 28 and 29; focus shifts from E20 to E30-TBT
Bharat Ethanol Forum 2026 in Mumbai on September 28 and 29; focus shifts from E20 to E30
By TBT Online Desk
Gujarat electricity bill FPPAS hike, the blunt times
Gujarat Power Bills Set to Rise With FPPAS Hike
By Times News Service
Gondhal ritual in Surat Khatri community, the blunt times
Marathi Film ‘Gondhal’ Has Deep Cultural Link With Khatri Community in Surat
By Times News Service
Surat garlic prices, the blunt times
Surat : Garlic import rise from China, Iran as supply falls short
By Times News Service
Ajay’s Café
Ajay’s Café Opens Virar Outlet, Plans 30 Stores Across MMR
By TBT Online Desk

Read Next

Regional
Hardoi Road Accident: Two Labourers Killed After Truck Hits ट्रैक्टर-Trolleyon Ganga Expressway
September 11, 2026
2 Min Read
Morari Bapu
Lifestyle
Morari Bapu’s Nine-Day Ram Katha at Harvard Concludes with Call to Preserve Indian Scriptures
August 25, 2026
3 Min Read
Morari Bapu
Lifestyle
Morari Bapu Begins His 981st Ram Katha in Kenya’s Tea Country
July 24, 2026
5 Min Read
Sondalakhara Milk Cooperative Gujarat High Court stay, the blunt times
Regional
Gujarat HC Restores Recognition of Two Bapunagar Schools, Sets Aside 2015 Order
April 27, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Gujarat Launches Atal Good Governance Awards
September 21, 2026
IPS Academy Hosts Five-Day Induction Programme ‘Aavahan 2026’ at North Campus
September 21, 2026
ESDS Momentum Puts Spotlight on Kellton Tech as Investors Scan India’s Small-Cap IT Space
September 21, 2026
Adroit Industries Set to Open IPO for Subscription on September 23
September 21, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Entertainment
Spotlight
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy