Featured
Thane Coach Builds Platform for Women Entrepreneurs Through Storytelling, Communication and Free Mentorship
Bridging the Technology Gap: How Chimes Aviation Academy's Glass Cockpit Strategy Is Rewriting the Rules of Pilot Readiness-TBT
Bridging the Technology Gap: How Chimes Aviation Academy’s Glass Cockpit Strategy Is Rewriting the Rules of Pilot Readiness
Hafele introduces the Infinity Digital Lock: Advanced Security Meets Intelligent Access Control-PNn
Hafele introduces the Infinity Digital Lock: Advanced Security Meets Intelligent Access Control
June 27, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
12 Exceptional Individuals Making a Difference-TBT
12 Exceptional Individuals Making a Difference
June 27, 2026
Break the Silence on Sex Education – Book Know Yourself Launched in Ahmedabad, Inspiring Society Towards Scientific Awareness-PNn
Break the Silence on Sex Education – Book Know Yourself Launched in Ahmedabad, Inspiring Society Towards Scientific Awareness
June 27, 2026
Nashik Kumbh
Nashik Kumbh Mela Package 2027 Now Open: Accommodation Near Holy Ghats Selling Fast
June 27, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Rare incident of donation of 10 organs by three brain dead persons in Surat Civil Hospital in last 24 hours
Home/National/સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ બ્રેઈનડેડ વ્યકિતઓના ૧૦ અંગોના દાનની વિરલ ઘટના
National

સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ બ્રેઈનડેડ વ્યકિતઓના ૧૦ અંગોના દાનની વિરલ ઘટના

સુરતઃ ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ મેળવી ચુકેલા સુરત શહેરની યશકલગીમાં એક સાથે ત્રણ બ્રેઈનડેડ વ્યકિતઓના અંગદાન થકી વધુ એક છોગુ ઉમેરાયું છે. સુરત સિવિલ હોસ્પિટલની સોટો ટીમના સભ્યોના અવિરત પ્રયાસોથી...

Times News Network
May 5, 2023 2 Min Read

સુરતઃ ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ મેળવી ચુકેલા સુરત શહેરની યશકલગીમાં એક સાથે ત્રણ બ્રેઈનડેડ વ્યકિતઓના અંગદાન થકી વધુ એક છોગુ ઉમેરાયું છે. સુરત સિવિલ હોસ્પિટલની સોટો ટીમના સભ્યોના અવિરત પ્રયાસોથી છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ જેટલા બ્રેઈનડેડ વ્યકિતઓના ૧૦ અંગોનું દાન સ્વીકારવાની વિરલ ઘટના બની છે.

પ્રથમ બનાવની વિગતો અનુસાર તા.૩૦મી એપ્રિલના રોજ મહારાષ્ટ્રના દહાણુ ખાતે ૩૫ વર્ષીય અવિનાશ લક્ષ્મણ ધોડાડે ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે અકસ્માત થતા તત્કાલ વલસાડ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાંથી તા.૧લી મેના રોજ વધુ સારવાર માટે સુરત સિવિલમાં રીફર કરાયા હતા. જયાં તા.૨જીએ ડો.જય પટેલ તથા ડો. કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ સ્થિત સોટોની ટીમના સભ્ય ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, નિર્મલાબેને તેમના પરિવારજનોને સમજાવીને અંગદાનનું મહત્વ સમજાવ્યું. પરિવારે સંમતિ આપતા સ્વ. અવિનાશનું લિવર તથા બે કિડનીનું દાન સ્વીકારાયું હતું. કિડનીને રાજકોટ તથા લિવરને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવાયું હતું.

બીજા બનાવમાં સુરત શહેરની મહાલક્ષ્મી સોસાયટી, બમરોલી, પાંડેસરામાં રહેતા અને મહારાષ્ટ્રના જલગાંવમાં તેમના ભાઈની તબિયત પુછવા ગયેલા ૪૫ વર્ષીય દિપક સંતોષ ચૌધરીને ચક્કર આવતા બેભાન અવસ્થામાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જયાં તા.૩જી મેના રોજ ડો.જય પટેલ તથા ડો. કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરિવારે સંમતિ આપતા સ્વ.દિપકના બે કિડની તથા હદયનું દાન સ્વીકારાયું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર હદયનું દાન થયું છે. જેને અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યું હતું.

ત્રીજા બનાવમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારની મહાદેવનગર સોસાયટીમાં પોતાના સગાને ત્યાં રહેતા ૨૩ વર્ષીય પ્રિતેશ રાજભર તા.૩૦મી એપ્રિલ, રવિવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ પાંડેસરાના ગણપતનગર પાસે રોડ પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તત્કાલ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર બાદ ગત તા.૨જીએ રાત્રે ૧૦.૦૦ વાગે ન્યુરોસર્જન ડો.જય પટેલ તથા ન્યુરો ફિજીશ્યન ડો.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પિતા મનોજકુમાર રાજભરે સંમતિ આપતા વહેલી સવારે બ્રેઈનડેડ સ્વ.પ્રિતેશની બે કિડની, લિવર તથા આંતરડાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. આમ, સુરત સિવિલથી બીજી વાર આંતરડાનું દાન થયું છ.

આમ, પરિવારજનોની માનવીય સંવેદના અને સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી સુરતમાં અંગદાનની સરવાણી વહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સોટોની ટીમ સભ્ય સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, અધિક તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, ડો.નિલેશ કાછડીયા, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, નિર્મલાબેન તથા ગુલાબભાઈ તેમજ નર્સિંગ સ્ટાફ, સ્વયંસેવકો, સિકયુરીટી સ્ટાફગણ, પોલીસકર્મીઓના સામૂહિક પ્રયાસોના પરિણામે ત્રણ બ્રેઈનડેડ વ્યકિતઓના ૧૦ અંગોનું મહાદાન થયું છે.

આમ, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિના દરમિયાન ૨૪ વ્યકિતઓના અંગદાન થયા છે. જેમાં પ્રથમ વખત સુરત ખાતેથી હ્રદયનું પ્રેરણારૂપ દાન થતા માનવતાનું આદર્શ ઉદાહરણ સ્થાપિત થયું છે.  અત્યાર સુધીમાં કુલ ૬૮ અંગોનું દાન કરાયું છે, જેમાં ૧૯ લીવર, ૪૨ કિડની, ૩ હાથ, ૧ સ્વાદુપિંડ, બે આંતરડા તથા એક હ્દયના દાન થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યા છે.

Tags:

10 organs donatedrare incidentSuratSurat civil hospitalthree braindead

Share Article

10 Visionary CEOs Pioneering a Better Future with Bold Ideas and Impactful Leadership
Previous Post

10 Visionary CEOs Pioneering a Better Future with Bold Ideas and Impactful Leadership

Suman Saroj’s debut novel ‘Glory is Calling’ released in Mumbai
Next Post

Suman Saroj’s debut novel ‘Glory is Calling’ released in Mumbai

Picked
Information Insurance: The Missing Layer of Family Preparedness in India
Thane Coach Builds Platform for Women Entrepreneurs Through Storytelling, Communication and Free Mentorship
Bridging the Technology Gap: How Chimes Aviation Academy's Glass Cockpit Strategy Is Rewriting the Rules of Pilot Readiness-TBT
Bridging the Technology Gap: How Chimes Aviation Academy’s Glass Cockpit Strategy Is Rewriting the Rules of Pilot Readiness
Hafele introduces the Infinity Digital Lock: Advanced Security Meets Intelligent Access Control-PNn
Hafele introduces the Infinity Digital Lock: Advanced Security Meets Intelligent Access Control
Zell Education
From Classroom to Career: How Zell Education Is Equipping Students for Global Finance Roles
KAI
KAI India Backs Forest Art Festival, Contributing to Afforestation and Cross-Cultural Environmental Collaboration in Ladakh
Popular Posts
Zell Education
From Classroom to Career: How Zell Education Is Equipping Students for Global Finance Roles
By TBT Online Desk
KAI
KAI India Backs Forest Art Festival, Contributing to Afforestation and Cross-Cultural Environmental Collaboration in Ladakh
By TBT Online Desk
Fresh 4.7-Magnitude Earthquake Jolts Venezuela as Death Toll Rises to 920
By Santhosh Kumar
OpenAI Restricts Preview of New AI Models to US Partners Following Government Request
By Santhosh Kumar
Trump Thanks India After Hyderabad Unveils ‘Donald Trump Avenue’
By Santhosh Kumar
PM Modi Begins Seychelles Visit, Set to Meet World’s Oldest Living Land Animal
By Santhosh Kumar

Read Next

National
PM Modi Begins Seychelles Visit, Set to Meet World’s Oldest Living Land Animal
June 27, 2026
2 Min Read
EFCCC
National
EFCCC Announces Juhi Shakya as Maharashtra State Vice President to Reinforce Statewide Environmental Initiatives
June 26, 2026
2 Min Read
Surat leopard management project, the blunt times
City Events
About 50 Spotted Deer Released to Keep Leopards Inside Forests
June 26, 2026
2 Min Read
Gujarat High-tension power line compensation for farmers, the blunt times
City Events
Farmers Seek National Policy on High-Tension Power Line Compensation
June 26, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Information Insurance: The Missing Layer of Family Preparedness in India
June 27, 2026
Thane Coach Builds Platform for Women Entrepreneurs Through Storytelling, Communication and Free Mentorship
June 27, 2026
Bridging the Technology Gap: How Chimes Aviation Academy’s Glass Cockpit Strategy Is Rewriting the Rules of Pilot Readiness
June 27, 2026
Hafele introduces the Infinity Digital Lock: Advanced Security Meets Intelligent Access Control
June 27, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Education
Regional
Entertainment
Health
Business
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy