Featured
Darshan Naik representation to PM Modi, the blunt times
Darshan Naik Submits Representation to PM Modi, Raises Key Issues Affecting Surat
World Yoga Championship 2026 Ahmedabad, the blunt times
Gujarat : Ahmedabad Hosts Historic First World Yoga Championship 2026
Gujarat Rajya Sabha candidates 2026 BJP, the blunt times
BJP Announces Four Gujarat Rajya Sabha Candidates, Unopposed Victory Likely
June 4, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Ashok Jirawala SGCCI President, the blunt times
Ashok Jirawala to Lead SGCCI as New President
June 4, 2026
ED drug syndicate raids Gujarat, the blunt times
BREAKING NEWS : ED Targets Drug Mafia Network in Gujarat, Mumbai Raids
June 4, 2026
Chiripal Poly Films fire rescue team, the blunt times
Chiripal Team Prevents Major Fire Near Bareja Plant
June 4, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે ‘કેનેડિયન ઇમિગ્રેશન’ વિષે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Home/City Events/ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે ‘કેનેડિયન ઇમિગ્રેશન’ વિષે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
City Events

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે ‘કેનેડિયન ઇમિગ્રેશન’ વિષે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા શનિવાર, તા. ૬ મે, ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘કેનેડિયન ઇમિગ્રેશન’ (Canadian Immigration) વિષય ઉપર...

Times News Network
May 8, 2023 2 Min Read

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા શનિવાર, તા. ૬ મે, ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘કેનેડિયન ઇમિગ્રેશન’ (Canadian Immigration) વિષય ઉપર જાગૃતિ કાર્યક્રમનું (awareness programme) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રજિસ્ટર્ડ કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ તેમજ સાઇનરાઇટ વીઝા એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્સી ઇન્કના મેનેજિંગ ડાયરેકટર ધર્મેન્દ્ર સોલંકી (Dharmendra Solanki) દ્વારા કેનેડામાં કાયમી નિવાસ માટે તથા મુલાકાત, અભ્યાસ અને નોકરી હેતુ લેવામાં આવતા વિવિધ વિઝા તેમજ ઇકોનોમિક કલાસ, ફેમિલી કલાસ, રેફયૂજી એન્ડ હયુમનેટેરિયન કલાસ અને એકસપ્રેસ એન્ટ્રી વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજન માટે ચેમ્બર ઓફ કોમર્સની કોન્સ્યુલેટ લાયઝન/ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારત દેશ ખૂબ જ વિશાળ છે પણ જેઓને ભારતની ભૂમિની બહારનું આકાશ સર કરવાની ઈચ્છા અને ઝંખના છે તેઓને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે. કેનેડામાં ખૂબ સારી જોબ ઓપોર્ચ્યુનિટી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પેશ્યાલિસ્ટ, રોબોટિકસ એન્જીનિયર્સ, સાયબર સિકયોરિટી એકસપર્ટ, ડેટા સાયન્ટીસ્ટ, સેલ્ફ ડ્રાઇવીંગ કાર એન્જીનિયર્સ વિગેરે ક્ષેત્રમાં યુવાઓને કારકિર્દીની ઘણી તકો ઉભરી આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ર૦ર૦ માં ભારતથી ૪ર,૮૭૦ લોકો કેનેડા ખાતે ઇમિગ્રેશન માટે ગયા હતા, આજે આ આંકડો વધીને વર્ષ ર૦રર માં ૧,૧૮,૦૯પ સુધી થઇ ગયો છે. કેનેડામાં ભારતીયોનું સ્થાયીપણું તેની ઉપયોગિતા બતાવે છે. આ ઉપરાંત કેનેડાના પી.આર. મેળવ્યા બાદ પણ ઘણા લાભો છે.

વકતા ધર્મેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, કેનેડામાં આખા વિશ્વમાંથી સૌથી વધુ ભારતના લોકો સ્થાયી થવા માટે ઇમિગ્રેશન લેતા હોય છે. કેનેડામાં અન્ય દેશોના લોકોને પર્મનન્ટ રેસિડેન્ટ કાર્ડ મળે છે. ભારતના નિવાસી હોવા છતાં લોકો પાંચ વર્ષ બાદ કેનેડામાં ગ્રીનકાર્ડની પ્રોસેસ કરી શકે છે. એના માટે પહેલા ભારતીયોએ અરજી કરવાની હોય છે. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા સ્ક્રીનિંગ થાય છે અને વીઝા ઓફિસ એની તપાસ કરે છે. કેનેડાની સ્થાનિક ઓફિસ દ્વારા તમામ તપાસ કર્યા બાદ ઇન્ટરવ્યુ થાય છે અને ત્યારબાદ પર્મનન્ટ રેસિડેન્ટ મળે છે અથવા રિફયુજ થાય છે. જેઓ દ્વારા ખોટી માહિતી આપવામાં આવે છે તેઓની ફાઇલ પાંચ વર્ષ માટે ડિબાર કરી દેવામાં આવે છે, આથી સાચી માહિતી સાથે અરજી કરવાની સલાહ તેમણે આપી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેનેડામાં જવા ઇચ્છતા યુવાઓ અને વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાની ટેસ્ટ આપવી પડે છે. કેનેડામાં નોકરી માટે એજ્યુકેશનલ ક્રેડેન્શીયલ એસેસમેન્ટ જરૂરી છે. સ્થાનિક ઓફિસ વર્લ્ડ એજ્યુકેશન સર્વિસિસને પ્રાધાન્ય આપે છે. કેનેડિયન ઇમિગ્રેશન માટે શિક્ષણ, ભાષા, અનુભવ, ઉમર, અરેન્જ એમ્પ્લોયમેન્ટ, એડેપ્ટેબિલિટી અને ગ્લોબલ સ્કેલ સ્ટ્રેટેજીસ મહત્વનો ભાગ ભજવે છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ગૃપ ચેરમેન તેમજ ઇન્વેન્ટ એન્ડ પ્રોગ્રામના કો–ઓર્ડિનેટર દીપક કુમાર શેઠવાલાએ સમગ્ર કાર્યક્રમનું તેમજ સવાલ – જવાબ સેશનનું સંચાલન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. વકતાએ કેનેડા જવા ઇચ્છુક યુવાઓ તેમજ વિદ્યાર્થીઓના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.

Tags:

awareness programmeCanadaCanadian ImmigrationDharmendra SolankiSGCCIસુરત

Share Article

Mo Ambulance Expands Roots to Southeast Asia with Innovative Emergency
Previous Post

Mo Ambulance Expands Roots to Southeast Asia with Innovative Emergency

Dipankar Group CMD Suryaji Kamble receives Lokshahi Samwad from Maharashtra CM Eknath Shinde
Next Post

Dipankar Group CMD Suryaji Kamble receives Lokshahi Samwad from Maharashtra CM Eknath Shinde

Picked
Andani -tbt
Dr. Shankar Ghanshamdas Andani Creates Literary History with 106 Self-Authored Books Published in a Single Day, Earns Multiple World Record Recognitions
Darshan Naik representation to PM Modi, the blunt times
Darshan Naik Submits Representation to PM Modi, Raises Key Issues Affecting Surat
World Yoga Championship 2026 Ahmedabad, the blunt times
Gujarat : Ahmedabad Hosts Historic First World Yoga Championship 2026
Gujarat Rajya Sabha candidates 2026 BJP, the blunt times
BJP Announces Four Gujarat Rajya Sabha Candidates, Unopposed Victory Likely
CRICKETER OF THE CENTURY: A Prediction Before the World Took Notice-TBT
CRICKETER OF THE CENTURY: A Prediction Before the World Took Notice
Pune Cardiologist Dr. Ranjit Jagtap Notes Rise in Heart Cases-TBT
Pune Cardiologist Dr. Ranjit Jagtap Notes Rise in Heart Cases
Popular Posts
CRICKETER OF THE CENTURY: A Prediction Before the World Took Notice-TBT
CRICKETER OF THE CENTURY: A Prediction Before the World Took Notice
By TBT Online Desk
Pune Cardiologist Dr. Ranjit Jagtap Notes Rise in Heart Cases-TBT
Pune Cardiologist Dr. Ranjit Jagtap Notes Rise in Heart Cases
By TBT Online Desk
TransBnk
TransBnk Rebrands to TBX; Expands its Vision for the Future of Corporate Banking
By TBT Online Desk
Mehul Vora-PNN
Have We Been Chanting Mantras Without Truly Understanding Them? Mehul Vora’s Decoding Mantras Re-examines Modern Spiritual Understanding
By TBT Online Desk
SUR -PNN
SUR Music Announces New 3-Song Collaboration Featuring Rajeev Mahavir and Javed Ali
By TBT Online Desk
Yash Kataria
Yash Kataria-led Kataria Estate Announces Infrastructure-First Plan for Ratlam
By TBT Online Desk

Read Next

Ashok Jirawala SGCCI President, the blunt times
City Events
Ashok Jirawala to Lead SGCCI as New President
June 4, 2026
2 Min Read
Chiripal Poly Films fire rescue team, the blunt times
City Events
Chiripal Team Prevents Major Fire Near Bareja Plant
June 4, 2026
1 Min Read
Darshan Naik representation to PM Modi, the blunt times
City Events
Darshan Naik Submits Representation to PM Modi, Raises Key Issues Affecting Surat
June 4, 2026
2 Min Read
World Yoga Championship 2026 Ahmedabad, the blunt times
City Events
Gujarat : Ahmedabad Hosts Historic First World Yoga Championship 2026
June 4, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Dr. Shankar Ghanshamdas Andani Creates Literary History with 106 Self-Authored Books Published in a Single Day, Earns Multiple World Record Recognitions
June 4, 2026
Darshan Naik Submits Representation to PM Modi, Raises Key Issues Affecting Surat
June 4, 2026
Gujarat : Ahmedabad Hosts Historic First World Yoga Championship 2026
June 4, 2026
BJP Announces Four Gujarat Rajya Sabha Candidates, Unopposed Victory Likely
June 4, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Regional
Education
Entertainment
Health
Press Release
Trending
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy