પી પી સવાણી સ્કૂલના સુભાષ માલવયા એ સમગ્ર ભારતમાં JEE-Main gen-pwd માં 5 મો રેન્ક પ્રાપ્ત કર્યો

પાનસુરીયા ધ્રુવ રસિકભાઈએ પણ ૯૯.૯૫ pr મેળવી સમગ્ર ભારતમાં gen-ews માં ૫૦ મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.

Advertisement

સુરત: એપ્રિલ મહિનામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ મેઈન પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.આ પરિણામમાં પી.પી.સવાણી સ્કૂલના સુભાષ વિનોદભાઈ માલવિયાએ સમગ્ર ભારતમાં gen-pwd માં ૫ મો રેન્ક તથા પાનસુરીયા ધ્રુવ રસિકભાઈએ JEE ના પરિણામમાં ૫૦ મો રેન્ક મેળવ્યો છે.આ ઉપરાંત ૯૯ PR ઉપર ૧૧ વિદ્યાર્થીઓ, ૯૫ PR ઉપર ૭૨ વિદ્યાર્થીઓ, ૯૦ PR ઉપર ૧૬૪ વિદ્યાર્થીઓએ સ્કોર પ્રાપ્ત કર્યો હતો.આ વિદ્યાર્થીઓની મહેનતનું રિજલ્ટ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત બની હતી.

ઝળહળતી સફળતા મેળવનાર દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈ સવાણી દ્વારા વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.

વિશેષમાં ગુજરાતી ભાષામાં અભ્યાસ કરીને પણ ઉચ્ચ કારકિર્દીનો રસ્તો બનાવી શકાય છે તેમનું ઉત્તમ ઉદાહરણ સુભાષ વિનોદભાઈ માલવિયાએ અને પાનસુરીયા ધ્રુવ રસિકભાઈ પુરૂ પાડી સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.

Advertisement