હિન્ડનબર્ગના રીપોર્ટની વિપરીત અસર સામે અદાણીનું ઇન્ફ્રા નેટવર્ક હુકમનો એક્કો પુરવાર થયું

સમયથી પહેલા પ્રોજેક્ટ પૂરા કરવાનું અદાણીનું વર્ક કલ્ચર પ્રોફિટ માર્જીનમાં વૃધ્ધિનું મજબૂત પરિબળ

Advertisement

અમિતાભ બચ્ચનને અનેકવાર એવું કહેતા સાંભળ્યા છે કે ’’જીવનમાં કષ્ટોથી કદી હતાશ ના થવું અને સફળતાથી કદી છકી ના જવું’’ અમિતાભ બચ્ચન તેના સ્વાનુભાવે આ વાત કહેતા રહ્યા છે કારણ કે એક સમયે તેઓ આર્થિક રીતે નાદારની સ્થિતિમાં મૂકાઇ ગયેલા એ કપરા કાળમાંથી બહાર આવીને આજે તેમનું વ્યક્તિતવ લાર્જર ધેન લાઇફ સહુ કોઇ જોઇ રહ્યા છે.

આ વાત ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પણ લાગું પડે છે.

છેલ્લા ત્રણ દાયકામાં ગૌતમ અદાણીએ ભારતના વિવિધ રાજ્યોમાં નિર્માણ કરેલ વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક ફક્ત સ્થાનિક વ્યવસાયો જ નહી પરંતુ  એપલ અને એમેઝોન જેવી વિદેશી કંપનીઓ  માટે પણ અનિવાર્ય બની ગયું છે. તેમણે  દેશમાં પરિવહનની કડીઓ જોડી છે તો કોલસા ઉત્પાદન અને ખાનગી વીજ પુરવઠાના ક્ષેત્રો ઉપર પણ મજબૂત પક્કડ હાંસલ કરી છે. અમેરીકી શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે કરેલા છેતરપિંડીના આરોપો સામે લડી રહેલા અદાણી જૂથ માટે તેનું આ નેટવર્ક હુકમનો એક્કો સાબિત થયું છે.

આવતા દિવસોમાં ’સેબી’ દ્વારા ચાલતી તપાસનું તારતમ્ય આવે તેવી શક્યતા વચ્ચે એક સર્વગ્રાહી સવાલ પૂછાય છે કે હિંડનબર્ગના આરોપો બાદ અદાણીના લાંબા ગાળાની સંભાવનાઓ શું છે? આ સંજોગો વચ્ચે તાજેતરમાં બ્લૂમબર્ગ દ્વારા જાહેર થયેલા સંકલિત ડેટા દર્શાવે છે કે મોટાભાગના ભારતીય ખાનગી ક્ષેત્રોમાં કાર્યરત અદાણી બજારમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે ૧.૪ બિલિયનના ભારતના બજારમાં અદાણીની જુદી જુદી કંપનીઓ લગભગ ૪૩% શિપિંગ કન્ટેનરનું કામકાજ કરે છે,  બધા પ્રકારના કોલસાના ત્રીજા ભાગનું પરિવહન કરે છે. ખાનગી થર્મલ પાવર ઉત્પાદનની ક્ષમતાના લગભગ ૨૨%, ઉપરાંત સૌથી વધુ સોલાર અને વિન્ડ પ્લાન્ટ્સ અદાણી હસ્તક છે તો ભારતમાં ખાનગી ક્ષેત્રે વીજળી ટ્રાન્સમિશનમાં તેનું યોગદાન ૫૧% છે. અદાણી હસ્તકના એરપોર્ટ્સ દર વર્ષે લગભગ ૭૫ મિલિયન પ્રવાસીઓની હેરફેર કરે છે, આ આંકડો ફ્રાન્સની વસ્તીથી વધુ છે, અને અદાણી ગૃપની મહત્વાકાંક્ષા હવે ડો સ્ટેપ ડિલિવરી અને લોજિસ્ટિક્સ સુધી વિસ્તરી રહી છે.

સરકારના સત્તાવાર આ આંકડાઓ અને અદાણીના નાણાકીય અહેવાલો સ્પષ્ટ કરે છે કે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી જતી મુખ્ય અર્થવ્યવસ્થામાં હિન્ડનબર્ગને નજર અંદાજ કરી અદાણી ગૃપ શિરમોર હિસ્સા સાથે આગળ વધી રહ્યું છે

ભારતીય બજારે હર્ષદ મહેતા કાંડની ઉથલપાથલ અનુભવી છે. મતલબ કે કદાવર ઔદ્યોગિક સમૂહમાં એકાદ વિપરીત ઘટના અર્થતંત્રને થોડો સમય ડામાડોળ કરી શકે છે તેનું ઉદાહરણ હિન્ડનબર્ગના રીપોર્ટ પછી ભારતીય બજારે જોયું છે. સુપ્રિમ કોર્ટ નિયુકત સમિતિએ અદાણીને ક્લીન ચીટ આપવા ઉપરાંત ગૃપ ઉપરનો દેવા બોજ ઘટાડવા માટે લોનોની પાકતી મુદત પહેલા ચુકવણી જેવા પગલાઓના કારણે તેના શેરોમાં સુધારો થતા  શેરના વેચાણે ગૃપની રોકડમાં વધારો થયો છે. અદાણી અને મોદીની સરકાર વચ્ચેના સંબંધો વિષે  ટીકાકારો દ્વારા ઉઠાવાતા સવાલોને આ અબજોપતિએ વારંવાર નકારી કાઢ્યા છે.આજે લોકો પાસે સોશ્યલ મીડિઆ અને આર.ટી.આઇ.જેવા માહિતીના સાધનો છે ત્યારે સરકાર માટે પણ આઉટ ઓફ વે જઇને કામગીરી કરવી સરળ નથી. ભારતના વિકાસમાં અદાણી જુથને જોડવાની અમારી વ્યૂહરચના છે  અને તેથી વિકાસની રફતારને વેગ આપવા માટે તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના  નિર્માણમાં વધુ જોર આપેેછે. એ વાત સ્વીકારવી પડે કે એપલ અને એમેઝોન જેવી દુનિયાની અગ્રણી કંપનીઓ પોતાની પ્રોડક્ટની હેરફેર માટે અદાણી બંદરોનો ઉપયોગ કરે છે. આજે કચ્છના મુંદ્રાનું પોર્ટની સવલતોની દ્રષ્ટિએ ગણના એશિયાના શ્રેષ્ઠ બંદર તરીકે થાય છે. અદાણીએ આ બંદરનો કલ્પનાતીત વિકાસ કર્યો છે. આજે ખાનગી ક્ષેત્રમાં અદાણી ગૃપે એ સ્થિતિ હાંસલ કરી છે કે અદાણી પાવરના પ્લાન્ટ્સ દ્વારા એકાદ ખોટકો કેટલાક વિસ્તારોમાં લાઇટ બંધ કરી શકે છે, જેની અસર ઘરો અને ફેક્ટરીઓને પણ થાય છે. રીન્યુએબલ્સ એનર્જીમાં પણ અદાણી સમૂહના છેલ્લા કેટલાક વરસોમાં વધી રહેલા પ્રભાવેે આજે તેને દુનિયાની પ્રથમ દશ કંપનીઓમાં લાવી મૂકી છે સાથોસાથ તે રાજ્યની માલિકીના સાહસોને પણ આગળ કરી રહ્યું છે.પરિણામે નિયમનકારી અનિશ્ચિતતાઓ વચ્ચે પણ અદાણી ઉપર ભારતીય અર્થતંત્રની નિર્ભરતા તેના નફામાં સતત વધારો કરી શકે છેઘણી ભારતીય કંપનીઓના બોર્ડમાં સેવા આપી ચૂકેલા સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટીના માર્કેટિંગના લી કોંગ ચિયાન પ્રોફેસર નિર્માલ્ય કુમાર કહે છે કે; આ બૂમ અને બસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નથી,. આ વ્યવસાયમાં મૂડી પરનું વળતર સ્થિર છે અને તેમાં થોડું જોખમ રહેલું છે  પરંતુ આ અસ્કયામતોનો ઉપયોગ વધતો રહેવાનો છે અને તેથી ભારતના વિકાસ સાથે રોકડ પ્રવાહ વધશે. અમદાવાદના એક બિલ્ડરે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે ધંધામાં પાંચ પૈસા કમાવા હોય, આગોતરું આયોજન હોય અને તમારી પાસે ચુનંદી ટીમ  ઉપલબ્ધ હોય ત્યારે જો તમે હાથ ધરેલો પ્રોજેકટ સમય કરતા શક્ય વહેલો પૂૂર્ણ કરો તો તમને સૌ પ્રથમ તો મટીરિયલ્સ કોસ્ટનો લાભ મળે છે આ સહુનેે સમજમાં આવે એવું સીધુંં ગણિત છે, આવું અદાણીનું છે. તેની ખાત્રી કરવા  અદાણી ગ્રૂપને ઇમેલથી પૂૂછેલું ત્યારે તેમણે આપેેલો જવાબ એવો છે કે  ’અમેે એક એવું વર્ક કલ્ચર

..૨..

વિકસાવ્યું છે કે કોઇપણ મહાકાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપથી અને ઓછા ખર્ચે અમલમાં મૂકવાની નેમ સાથે કામ હાથમાં લઇએ છીએ..અદાણીના આ વર્ક કલ્ચરનો તેની સફળતામાં સિંહ ફાળો છે. તેનો સીધો ફાયદો એ થયો છે કે અમાેને પ્રોફિટ માર્જિન વધારવામાં મદદ કરી છે.અને પરિણામે અમારા જૂથના વ્યવસાયો આજે  “નક્કર પાયા પર” છે, તમામ કાયદાના પાલન અને તેની મર્યાદામાં અમારો લીવરેજ રેશિયો અનુકૂળ સ્તરે છે.

હિંડનબર્ગના અહેવાલ બાદ એક તરફ બજારમાં ભારે અફડાતફડીનો માહોલ હતો ત્યારે અમેરીકાના સૌથી મોટા રોકાણકાર રાજીવ જૈને અદાણી ગૃપના માતબર શેરો ખરીદ્યા ત્યારે ભારતીય બજારમાં તેમનું નામ જોરશોરથી ચર્ચામાં આવ્યું હતું. તો બીજી તરફ અદાણી માટે આ એક નવી આશાનો ઉઘાડ હતો. તેમને જ્યારે આ વિષે એક વિદેશી ન્યુઝ ચેનલે પ્રશ્ન કર્યો ત્યારે રાજીવ જૈને કહ્યું હતું કે તેઓને આ ભારતીય ઉદ્યોગ સમૂહની માળખાકીય સંપત્તિએ આકર્ષ્યા હતા.અદાણીએ તેના વ્યવસાયની શરૂઆતમાં ટાટા જૂથ કે રિલાયન્સ જેવા મજબૂત હરીફોના મૂળિયા પહેલેથી જ ઉંડા હતા. એવા ક્ષેત્રોમાં પ્રવેશવાનું ટાળ્યું હતું.

સ્પર્ધાથી દૂર રહેવા તેણે એક સેક્ટરમાં મૂલ્યની કડીને નિયંત્રિત કરવાની દીશામાં પ્રયાસ કર્યો અને પોતાના જ એકબીજા  સાથે સંકળાયેલા વ્યવસાયોમાં સતત રોકાણ કર્યું. એ જાણીતી વાત છે કે અદાણી થર્મલ પાવરમાં ભારત, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાની મધ્યમાં કોલસાની ખાણો ધરાવે છે. અને તેમાંના કોલ બ્લોક્સને શિપ દ્વારા અદાણી તેના બંદરો સુધી પહોંચાડે છે અને બાદમાં દેશભરમાં જુદી જુદી જગ્યાએ આવેલા અદાણીના પાવર પ્લાન્ટ માટે મોકલે છે. પાવર પ્લાન્ટમાં પેદા થતી વીજળી અદાણી ટ્રાન્સમિશનના કેબલ મારફત સમગ્ર દેશના ઘરઘરમાં અને અન્ય ઉદ્યોગોને આપે છે. અદાણીના વ્યવસાયોની આ ઇન્ટર લિન્ક અદાણી ગૃપની એક લાક્ષણિક્તા છે. અદાણીએ ઉભી કરેલી આ માળખાકીય સુવિધાઓસુવિધાઓ અદાણીએ તેના પૂરતો જ મર્યાદીત રાખ્યો નથી પરંતુ અન્ય સ્થાનિક અને વૈશ્વિક વ્યવસાયિકો પણ તેનો ઉપયોગ કરે છે પછી તેના હરીફ થર્મલ પ્લાન્ટને અહીં વિદેશી કોલસાની જરુર હોય તો તેઓ પણ આ સુવિધાનો ઉપયોગ કરે છે. સ્ટીલની આયાત કરતી ઓટોમોબાઈલ ઉત્પાદક, દક્ષિણપૂર્વ એશિયામાંથી નવીનતમ હેન્ડસેટ અને ગેજેટ્સ લાવનાર ઈલેક્ટ્રોનિક્સ રિટેલર અથવા મધ્ય પૂર્વમાંથી કાચા ક્રૂડની આયાત કરતી ઓઈલ અને ગેસ કંપની અદાણી પોર્ટનો ઉપયોગ કરે તેવી શક્યતા છે.

અદાણી પોતાના હરીફ ઉત્પાદકને વીજળી સપ્લાય કરે તેવી પણ શક્યતા છે. આમ ટાટા ગ્રૂપથી લઈ કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ.અને એપલથી લઇ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કંપની અદાણીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે તેવા સંજોગો છે. ભારતભરમાં અદાણીના ૧૪ બંદરો છે. ઉપરાંત શ્રીલંકા, ઈઝરાયેલ અને ઓસ્ટ્રલિયામાં ટર્મિનલ્સ છે. મતલબ કે ભારતીય ગ્રાહકો દ્વારા આયાત થતી ખાસ કરીને લેપટોપ્સ અને મોબાઇલ ફોન્સ સહીતની મોટાભાગની ચીજવસ્તુઓ અદાણીના બંદરો મારફત ગ્રાહકના ઘરઆંગણે પહોંચે છે. આ કામગીરી ભારતના વૈશ્વિક વેપાર માટે વ્યુહાત્મક રીતે મહત્વની છે. ભારતીય પાવર ઉત્પાદન માટે આયાત થતો ત્રીજા ભાગનો કોલસાનું પરિવહન અદાણી પોર્ટ મારફત થાય છે. અદાણી પોતાનું ૩૦૦ કિલોમીટર લાંબુ રેલ્વે નેટવર્ક ધરાવે. ઓસ્ટ્રેલિયામાં પણ તેની એક રેલ્વે લાઇન છે. ભારતમાં ૨૦૨૬ની સાલ સુધીમાં અદાણીની યોજના ૧૨,૦૦૦ કિ.મી.ના રોડવેનું નિર્માણ કરવાની છે.

પોર્ટ અને રેલ્વે નેટવર્ક ઉપરાંત અદાણી ગૃપ સાત એરપોર્ટનું સંચાલન કરે છે અને આઠમું મુબઇ શહેરની બહાર નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરી રહયું છે. અદાણીના એરપોર્ટસે માર્ચ-૨૩ના અંત સુધીમાં ૭,૯૦,૦૦૦ ટન કાર્ગો હેન્ડલ કર્યો છે.

નેશનલ પાવર પોર્ટલના ૩૦મી એપ્રિલના ડેટા મુજબ ભારતની ઇલેકટ્રિસિટી ગ્રીડના ૯૧ ટકા ઉપર સરકારનું નિયંત્રણ છે. છેલ્લા ૬ વર્ષમાં વધુમાં વધુ ખાનગી ઓપરેટરોને આ ક્ષેત્રમાં લાવવાનો ભારત સરકારે નિર્ણય કરતા અદાણીએ આ તક ઝડપી લીધી છે. ટાટા પાવર લિ. અને અનિલ અંબાણીની રિલાયન્સ પાવર લિ.એ જ્યારે મોટા થર્મલ પાવર પ્રોજેક્ટ્સ માટે સરકારી લાઇસન્સ મેળવ્યા હતા, તે વખતે અદાણીએ ગુજરાતના મુંદ્રામાં પોતાનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું. એક દાયકાથી વધુ સમય પછી આજે અદાણી પાવર દેશની સરકારી માલિકીની એનટીપીસી લિમિટેડ પછીની બીજી સૌથી મોટી થર્મલ-પાવર ઉત્પાદક કંપની બનીને ઉભરી છે.

જો કે, ફોસિલ ફ્યુઅલ ખતમ  થઈ રહ્યું છે અને આગામી ત્રણ દાયકામાં વિશ્વના દેશો થર્મલ પાવર પરની તેમની નિર્ભરતાને પાછી ખેંચવાનું શરૂ કરે તેવી શક્યતા વચ્ચે અદાણી ગ્રીન એનર્જીએ તેમનું સમગ્ર લક્ષ્ય રિન્યુએબલ એનર્જી ઉપર કેન્દ્રીત કર્યું છે. અદાણી ગ્રીન એનર્જી ભારતની સૌથી મોટી  રિન્યુએબલ એનર્જી કંપની બની છે.  આગામી દાયકામાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સમાં $૭૦ બિલિયનનું રોકાણ કરવાની અદાણી ગૃપની યોજના છે, જેમાં સોલર સેલ મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન હાઇડ્રોજન ઉપરાંત ૨૦ GW રિન્યુએબલ એનર્જી ક્ષમતાના લક્ષ્યાંકનો સમાવેશ થાય છે. ગૃપની ફલેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની બેઠકમાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આગામી સાત વર્ષમાં તેના રોકાણના ૮૫%નું રોકાણ ટ્રાન્સમિશન લાઇન્સ, ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટિકસ સહિત ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમનું સર્જન કરવામાં થશે. ભવિષ્યની તેની આવકમાં સિંહફાળો ગ્રીન સ્પેસમાંથી મળી શકે છે.

Advertisement