સુરત-બારડોલી રોડ પર થયેલા દુ:ખદ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા છે

સુરત-બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે

Advertisement

સુરત : સુરત બારડોલી નેશનલ હાઈવે (Surat-Bardoli) પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બારડોલીના બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે ગોઝારા અકસ્માતમાં (tragic accident) 6 લોકોનાં મોત નીપજ્યાં છે. કારમાં સવાર 6 લોકોનાં અકસ્માત સ્થળે જ મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને પગલે બારડોલી પોલીસ (Bardoli police) કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરત-બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જ્યાં ઘટનાસ્થળે જ 6 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવી ખાતેનો હોવાનું જાણવા મળ્યું છે. બારડોલીના તરસાડી ખાતે લગ્નપ્રસંગમાં ગયો હતો, જ્યાં રસ્તામાં કોઈ કારણસર તેમની કાર ડમ્પર સાથે અથડાઈ હતી. એમાં કારમાં સવાર 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ અને 1 બાળકનું અકસ્માતમાં મોત થયું છે.

આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. ત્યાર બાદ આ ઘટનાની માહિતી મળતાં બારડોલી પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement