સુરત રેલવે સ્ટેશને ટેક્સિ ચાલક એસોસિએશને ફાળવેલી કેબિન જાળવી રાખવા રજૂઆત
1965 અને એ પછી 1985 માં પાલિકા એ રેલવે સ્ટેશને એસો.ને લિઝ પર 10'×10' ની જગ્યા કેબીન માટે ફાળવી હતી એ લિઝ રીન્યુ ન કરતા ટેક્સિ સેવા ખોરવાશે..........
સુરત: સુરત રેલવે સ્ટેશને ટેક્સિ ચાલક એસોસિએશને સુરત મનપા એ 1965 સુધી અને એ પછી 1985માં ફાળવેલી 10 બાય 10ની કેબિનની જગ્યા ખાલી કરવા સેન્ટ્રલ ઝોને નોટિસ ઈશ્યુ કરી છે.
એ મામલેસુરત રેલ્વે સ્ટેશન ટાઈમ જકાતનાકા પાસે કાર્યરત સુ૨ત ડીસ્ટ્રીકટ ટેક્ષી ઓનર્સ એસોસીએશનએ રેલવે રાજયમંત્રી દર્શના જરદોષ,પાલિકાના સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઈજનેરને પત્ર લખી હજારોની સંખ્યામાં અવર જવર કરતા અને બહારગામ જતા પેસેન્જરો અને ટેક્સિ ચાલકોના ગુજરાન માટે એસો.ની ઓફિસની લિઝ રીન્યુ કરવા અથવા નજીકમાં વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ કરી છે.
સુરત ડીસ્ટ્રીકટ ટેક્ષી ઓનર્સ એસોસીએશન તર્ફે તેના પ્રમુખ દિનેશચંદ્ર છોટેલાલ મોદીએ જણાવ્યું હતું કે,1965 અને એ પછી 1985 માં પાલિકા એ રેલવે સ્ટેશને એસો.ને લિઝ પર 10’×10′ ની જગ્યા કેબીન માટે ફાળવી હતી એ લિઝ રીન્યુ ન કરતા સુરત સ્ટેશને ટેક્સિ સેવા ખોરવાય અને ટેક્સિ ચાલક પરિવારોની વર્ષોથી ચાલતી આવતી રોજી રોટી છીનવાઈ જશે.
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં. ૦૭, સુરત રેલ્વે સ્ટેશન ટાઈમ જકાતનાકા પાસે એસોસીએશનને ૧૦’×૧૦’ ની કેબીન ફાળવી હતી જેનું 2024 સુધીનું ભાડું પણ ભર્યું છે.આ સેવાથી પેસેન્જરોને શહેર અને શહેર બહાર જવા ટેક્સિ સેવા મળી રહે છે.
જ્યારે ટેક્સિ ચાલક પરિવારોની રોજી રોટી આ સેવા પાર નિર્ભર છે.દેશમાં મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી તથા ગુજરાતના અને સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં સ્ટેશને આવી ટેક્સિ સેવાઓ ચાલી રહી છે.
એસો.નાં સંપર્ક કરવાનું અને ટેક્ષીની સુવિધાઓ મેળવવા માટેનુ છેલ્લા ૩૮ વર્ષથી આ કાયમી સરનામુ છે.સુરત ડીસ્ટ્રીકટ ટેક્ષી ઓનર્સ એસોસીએશન ધ્વારા સુરત મહાનગરપાલીકા સમક્ષ નોંધણી નં. CZ/C/7/11289 થી તા.૨૫/૦૨/૧૯૮૦ ના રોજથી નોંધાયેલુ છે.વેરા પણ ભરતું આવ્યું છે.
સુરતનાં મોર્ડન રેલવે સ્ટેશન પ્રોજેકટ માટે આ જગ્યાની જમીનની જરૂર હોય તો સ્ટેશનથી 300 થી 500 મીટરમાં આધુનિક ટેક્સિ સ્ટેન્ડ માટે જગ્યાની ફાળવણી થવી જોઈએ.એસો.વિકાસના કામમાં અવરોધ ઊભો કરવા માગતું નથી પણ 400 પરિવારોની રોજીરોટીનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે.જે આ શહેરને દાયકાઓથી ટેક્સિ સેવા આપતા આવ્યા છે.અહીં ઉલ્લેખનીય છે કે આધુનિક રેલવે સ્ટેશનના પ્રોજેકટને લીધે 2015 થી પાલિકાના સેન્ટ્રલ ઝોને આ જગ્યાનું ભાડું ,ટેક્સ વસુલ્યો છે,પણ લિઝ રીન્યુ કરી નથી.અને હવે 7 દિવસમાં જગ્યા ખાલી કરવા નોટિસ ઇશ્યુ કરી છે.પાલિકાનો ઈરાદો કેબિન હટાવવવા કરતા ટેક્સિ પાર્કિંગની જગ્યા ખાલી કરાવવાનો વધુ જણાય છે.