સુમુલ ડેરી માં ચાલતા ગેર વહીવટ ની ફરિયાદ તેમજ નાણાકીય અનિયમિતતા બાબતે તપસ નો રાજ્ય રજીસ્ટરરે મિલ્ક ઓડિટ ઓફિસર ને હુકમ

નાયકએ રાજ્ય રેજિસ્ટ્રાર ને માહિતગાર કરિયા હતા કે સુમુલ દઇરી માં ચાલી રહેલ વહીવટ અને ભ્રસ્ઠાચાર એની ચરમ સીમા એ પોંચી ગયો છે. નાના કર્મચારિયો ના લેવાયેલા ભોગ અને મોટા માછલાઓ બિન્ધાસ્ત તારી રહ્યા હોવાના આક્ષેપ કરેલા હતા

Advertisement

સુરત : સુમુલ ડેરી (Sumul Dairy)  માં ચાલતા ગેર વહીવટ ની ફરિયાદ તેમજ નાણાકીય અનિયમિતતા બાબતે તપસ નો રાજ્ય રજીસ્ટરરે મિલ્ક ઓડિટ ઓફિસર (Milk Audit Officer) ને હુકમ કરિયો છે. જાણવા મળતી માહિતી પ્રમાણે, દર્શન નાઇકે ૨૮/૦૧/૨૩ ના રોજ કરેલી ફરિયાદ સંધર્ભે રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા મિલ્કઓડિટ ઓફિસર, સુરત ને પત્ર લખી તપસ કરીને અહેવાલ રજૂ કરવા હુકમ કરિયો છે.

નાયકએ રાજ્ય રેજિસ્ટ્રાર ને માહિતગાર કરિયા હતા કે સુમુલ દઇરી માં ચાલી રહેલ વહીવટ અને ભ્રસ્ઠાચાર એની ચરમ સીમા એ પોંચી ગયો છે. નાના કર્મચારિયો ના લેવાયેલા ભોગ અને મોટા માછલાઓ બિન્ધાસ્ત તારી રહ્યા હોવાના આક્ષેપ કરેલા હતા. અગાઉ દર્શન નાયક દ્વારા સુરત જિલ્લા રેજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ), ધ્રુવીની પટેલ ની ભૂમિકા આંગે પણ અનેક સવાલો ઉઠાવીય હતા.

નાયકે અગવ સુમલ દઇરી ના ચેરમેન દ્વારા મોજે નવી પારડી, તા. કામરેજ ની બ્લોક નંબર ૧૨૦, ૧૨૨ વળી ખેતી ની જમીન ખરીદી સંધાર્ભ માં થયેલ ગેરવહીવટ ની તપાસ કરવા માંગ કરેલ હતી.

દર્શન નાયકે સહકાર સચિવ શ્રી, ગુજરાત રાજ્ય ને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે તા. 17/8/22 ના રોજ મુખ્ય સચિવ શ્રી, ગુજરાત રાજ્ય તથા ચીફ વિજિલન્સ કમિશનર નાઓને લેખિત ફરિયાદ કરવામાં આવેલ હતી. સદર બાબતે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા દ્વારા રજૂઆત કરાતા, રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય એ મેનેજિંગ ડિરેક્ટર શ્રી, ગુજરાત રાજ્યને દિન 15માં તપાસ કરીને સ્પષ્ટ અભિપ્રાય આપવા જણાવેલું હતું.

પરંતુ મેનેજિંગ ડિરેક્ટર શ્રી એ આજ દિન સુધી હાલના સુરત જિલ્લા રજીસ્ટર ધ્રુવિન પટેલ સામે કાર્યવાહી કરવામાં આવેલ હોય એવું જણાવી આવેલ નથી.

દર્શન નાયક વધુમાં જણાવે છે કે ધ્રુવીન પટેલ બેફામ હુકમો કરી રહેલા છે. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભ્રષ્ટાચાર સામે કરવામાં દરેક વિભાગોને સૂચન આપવામાં આવેલ છે પરંતુ ભ્રષ્ટાચારની અનેક ફાઈલો કચેરીઓમાં હોવા છતાં પણ હાલના જિલ્લા રજીસ્ટર શ્રી ધ્રુવીન પટેલ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેનાથી ખેડૂતોની સહકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરનારાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે જે ખૂબ ખૂબ ગંભીર બાબત છે.

Advertisement