સુમુલ ડેરીમાં સને ૨૦૨૧-૨૨ ના ઓડિટ રિપોર્ટમાં વહીવટી અને નાણાકીય ગેરરીતિઓ અંગે તપાસ કરવા માંગ

સુરત જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) શ્રી ધ્રુવિન પટેલ એક સરકારી પ્રતિનિધિ હોય ખરેખર નૈતિક રીતે તેમનાથી સુમુલ ડેરી નું ઓડિટ થઈ શકે નહીં છતાં તેમના મારફત સુમુલ ડેરીનું ઓડિટ હાથ ધરી પૂર્ણ કરવામાં આવેલ

Advertisement

સુરત: સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સુમુલ ડેરી) ના ૨૦૨૧-૨૨ ના સહકારી ઓડિટ રિપોર્ટ માં ગંભીર મુદ્દાઓની તત્કાલીક તપાસ ગુજરાત સહકારી કાયદા ની કલમ ૮૬ હેઠળ કરવા માંગ કરવામાં આવેલ છે.

સુરત જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) શ્રી ધ્રુવિન પટેલ એક સરકારી પ્રતિનિધિ હોય ખરેખર નૈતિક રીતે તેમનાથી સુમુલ ડેરી નું ઓડિટ થઈ શકે નહીં છતાં તેમના મારફત સુમુલ ડેરીનું ઓડિટ હાથ ધરી પૂર્ણ કરવામાં આવેલ. ઓડિટ રિપોર્ટમાં ખામીઓ અને સૂચનાઓ સ્પષ્ટ રીતે દર્શાવવાને બદલે ગોળ ગોળ લખી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન સહકારી રજીસ્ટર દ્વારા કરવામાં આવેલો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી શ્રી દર્શન નાયક દ્વારા ડીએમ શાહ, રજીસ્ટાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્યને લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલી છે.

દર્શન નાયક ની ફરિયાદમાં સુમુલ ડેરીના ઓડિટ રિપોર્ટમાં ખુલ્લે સાત ખામીઓ ઉજાગર કરવામાં આવી છે.

ઑડિટ પેરાની ખામી નં-૧ માં વસૂલાત માટે “સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી. (સુમુલડેરી)”એ કોઈ નક્કર કાર્યવાહી કરેલ હોય એવું જણાઈ આવતું નથી.

  • ખામી નં-૨ માં વસૂલાત માટે ડિફૉલ્ટરો ના વસૂલાત માટે કોઈ નક્કર કાર્યવાહી કરેલ નથી.
  • ખામી નં-૩ માં સહકારી કાયદા,કાનૂન અને પેટા નિયમમાં એડવાન્સ આપવાની કોઈ જોગવાઈ ન હોવા છતાં કાયદા અને પેટા નિયમ વિરુદ્ધ બોર્ડ મિટિંગમાં ઠરાવ કર્યા વગર એડવાન્સ આપવા બાબતે ઑડિટ દ્વારા ખાસ વહીવટી અહેવાલ કરવાના બદલે મોગમ ખામી લખી છટકવાનો પ્રયાસ કરેલ છે. જેની સહકારી કાયદાની કલમ ૮૬ અન્વયે તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવા વિનંતી.
  • ખામી નં-૪ સંઘમાં જુદાજુદા મંડળો તેમજ ડેરી ફાર્મ, સરકારી કચેરીમાં નોંધાયેલ ન હોવા છતાં તેઓ પાસેથી દૂધ એકત્ર કરી કાયદા વિરુદ્ધ એડવાન્સ આપી ખોટી નીતિઓ અપનાવેલ છે. તે તાકીદે બંધ થાય તેવી કાર્યવાહી હાથ ધરાય તેવી નમ્ર વિનંતી છે.
  • ખામી નં-૫ સુમુલ સંશોધન અને મંડળમાં ગેરરીતિઓ બાબતે તપાસ કરી તેના હિસાબોનું ઑડિટ થાય તે જોવા વિનંતી.
  • ખામી નં-૬ સંસ્થાના વાહનોનો ઉપયોગ સંસ્થાના કામકાજ સિવાય બિન જરૂરી ઉપયોગ ન થાય તેવી ખામીઓ લખી ઑડિટ દ્વારા ડેરીના સંચાલકોને બહેકાવવાના ભરપૂર પ્રયત્નો કરેલ છે.જેથી સંસ્થાના વાહનોની લોગબુકની તપાસ કરાવી તથા ભાડાના વાહનોનો વપરાસ બાબતે લોગબુકની તપાસ કરવા વિનંતી.
  • ખામી નં-૭ નિયામક મંડળની તા-૩૦/૧૧/૨૦૨૧ ના ઠરાવ નં- ૮ થી નોંધાયેલ મંડળી સંસ્થાન ન હોવા ખાતાની પરવાનગી વગર બીજી સંસ્થામાં રકમ ટ્રાન્સફર કરી વસૂલાત કરી શકાય નહીં તે બાબતે કાનૂની કાર્યવાહી નું સૂચન કરવાને બદલે છાવરવાના પ્રયત્નો કરેલ છે

સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી (સુમુલ ડેરી) દ્વારા સરકારી નીતિ નિયમોના ભંગ તથા વહીવટી બેદરકારી બાબતે દર્શન નાયક દ્વારા તેમજ સહકારી અગ્રણીઓ જોડાયેલ મંડળીના ચેરમેન શ્રીઓ તથા પ્રતિનિધિઓએ સુરત જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) ને વારંવાર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆતોનો યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ નથી. આથી દર્શન નાયક એ ઉપરોક્ત તમામ પ્રકારની ગંભીર બાબતોની તાકીદે તપાસ કરવા ગુજરાત રાજ્યના રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ ને અપીલ કરી છે.

Advertisement