વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘સુરત સાડી વોકેથોન’ની પ્રશંસા કરી 

દેશમાં પ્રથમવાર સુરતમાં આયોજિત અનોખી સાડી વોકેથોને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પ્રતીતિ કરાવી હતી

Advertisement

સુરત: ટેક્ષ્ટાઈલ હબ સુરતના અઠવાલાઈન્સ ખાતે સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેલવપમેન્ટ કોર્પો લિ. દ્વારા યોજાયેલી ઐતિહાસિક ‘સુરત સાડી વોકેથોન’ની નોંધ લઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે.  કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના ટ્વીટ થ્રેડના જવાબમાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, ‘સુરત સાડી વોકેથોન એ ભારતની વસ્ત્ર પરંપરાઓને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ છે.’

નોંધનીય છે કે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પ્રતીતિ કરાવનાર અને દેશમાં પ્રથમવાર યોજાયેલી સાડી વોકેથોનમાં સુરતની ૧૦ હજારથી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ‘વોક ફોર યોર હેલ્થ ઈન સિક્સ યાર્ડ્સ ઓફ એલિગન્સ’ની થીમ આધારિત વોકેથોનને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટિલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મેયર હેમાલીબેન બોઘાવાલા ઉપસ્થિત રહ્યા હતા. સાડી વોકેથોન ગુજરાત સહિત કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરલ, ઓડિશા, તેલાંગાણા, પંજાબ, પ.બંગાળ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશની પારંપરિક સાડીમાં સજ્જ થઈને ૩ કિમી. અંતરની વોકેથોનમાં જોડાઈ હતી.

Advertisement