સુરત જિલ્લા રજીસ્ટ્રાર ધ્રુવિન પટેલ ની સામે વહીવટી બેદરકારી માટે તપાસ કરવા માંગ

હાલના સુરત જિલ્લા રજીસ્ટર પટેલ દ્વારા જાહેર માહિતી આયોગના હુકમનો પણ અનાદર કરવામાં આવી રહેલ છે

Advertisement

સુરત : સુરત જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) તરીકે ફરજ બજાવી રહેલા ધ્રુવીન પટેલ માનસવી રીતે કામગીરી કરી રહ્યા હોય તેમની સામે સરકારી નીતિ નિયમ નો સરેઆમ ભંગ તથા વહીવટી બેદરકારી બાબતે તપાસ કરવા માટે માંગણી કરવામાં આવેલ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી, દર્શન નાયક દ્વારા માંગણી કરવામાં આવેલ છે કે સુરત જિલ્લા રજીસ્ટ્રાર ધ્રુવીન પટેલ કાયદા કાનુન અને નિયમો અનુસાર ફરજ બજાવી રહેલ નથી અને સહકારી કાયદાઓ ને નીતિ નિયમો નો ભંગ કરતા આવેલા છે.

દર્શન નાયકે સહકાર સચિવ શ્રી, ગુજરાત રાજ્ય ને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે તા. 17/8/22 ના રોજ મુખ્ય સચિવ શ્રી, ગુજરાત રાજ્ય તથા ચીફ વિજિલન્સ કમિશનર નાઓને લેખિત ફરિયાદ કરવામાં આવેલ હતી. સદર બાબતે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા દ્વારા રજૂઆત કરાતા, રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય એ મેનેજિંગ ડિરેક્ટર શ્રી, ગુજરાત રાજ્યને દિન 15માં તપાસ કરીને સ્પષ્ટ અભિપ્રાય આપવા જણાવેલું હતું.

પરંતુ મેનેજિંગ ડિરેક્ટર શ્રી એ આજ દિન સુધી હાલના સુરત જિલ્લા રજીસ્ટર ધ્રુવિન પટેલ સામે કાર્યવાહી કરવામાં આવેલ હોય એવું જણાવી આવેલ નથી.

દર્શન નાયક વધુમાં જણાવે છે કે ધ્રુવીન પટેલ બેફામ હુકમો કરી રહેલા છે. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભ્રષ્ટાચાર સામે કરવામાં દરેક વિભાગોને સૂચન આપવામાં આવેલ છે પરંતુ ભ્રષ્ટાચારની અનેક ફાઈલો કચેરીઓમાં હોવા છતાં પણ હાલના જિલ્લા રજીસ્ટર શ્રી ધ્રુવીન પટેલ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેનાથી ખેડૂતોની સહકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરનારાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે જે ખૂબ ખૂબ ગંભીર બાબત છે.

હાલના સુરત જિલ્લા રજીસ્ટર પટેલ દ્વારા જાહેર માહિતી આયોગના હુકમનો પણ અનાદર કરવામાં આવી રહેલ છે.

નાયક દ્વારા કરવામાં આવેલ ફરિયાદ સંદર્ભમાં જાહેર માહિતી આયોગ દ્વારા 1/4/૨૦૨૩ ના રોજ 15 દિવસમાં માહિતી આપવા માટે હુકમ કરેલો હતો પણ આજ દિન સુધી તેમને માહિતી પૂરી પાડવામાં આવેલ નથી જેની ઉપરથી હાલના જિલ્લા રજીસ્ટર પટેલ જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 ને ઘોડીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે.

Advertisement