આફતના સમયે અદાણી ફાઉન્ડેશન નર્મદાના પૂરગ્રસ્તોની વહારે!   

પાંચ ગામોના લોકોને નિ:શુલ્ક ફૂડ પેકેટ્સ અને ભોજન ઉપલબ્ધ   

Advertisement

અદાણી ફાઉન્ડેશન (Adani Foundation) હંમેશા આફત સમયે લોકોની સહાય માટે અડીખમ ઉભું રહે છે. ગુજરાતમાં (Gujarat) બે દિવસથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે નર્મદામાં જળપ્રલય (Narmada Floods) જેવી પરિસ્થિતી સર્જાઈ છે. જિલ્લાના અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ જવાથી સ્થાનિકોને સુરક્ષિત સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. તેવામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા આશ્રયગૃહોમાં ખસેડાયેલા અસરગ્રસ્તોને નિ:શુલ્ક ફૂડ પેકેટ્સનું વિતરણ (Food Packets distribution) તેમજ સવાર-સાંજ ભોજન પ્રદાન કરાવવામાં આવી રહ્યું છે.

નર્મદાના ગરૂડેશ્વર બ્લોકમાં (Garudeshwar Block) આવેલા પાંચ ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા 1200થી વધુ ફૂડ પેકેટ્સ અને અસરગ્રસ્તોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ પાંચેય ગામોના રહેણાંક વિસ્તારોમાં ઘરો જળમગ્ન થયા હાવાથી તેઓ ભોજનનો પ્રબંધ કરી શકતા નથી. તેવામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા તેમને નિ:શુલ્ક બે ટંક ભોજન સહિત અલ્પાહારની વ્યવસ્થા કરાવવામાં આવી છે. એટલું જ નહી, અદાણી ફાઉન્ડેશનની ટીમ લોકોને સ્વબચાવ માટે સાવચેત રહેવામાં મદદ કરી રહી છે.

આફત સમયે કરવામાં આવી રહેલી મદદથી અસરગ્રસ્તોએ ફાઉન્ડેશનની ટીમનો ખૂબ-ખૂબ આભાર માન્યો હતો.

અદાણી ફાઉન્ડેશન વિશે:

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.

Advertisement