AM/NS Indiaએ નવા કોર્પોરેટ બ્રાન્ડ અભિયાનની શરૂઆત કરી

"બનાઉંગા મેં, બનેગા ભારત" કોમર્શિયલ જાહેરાત સાથે નવા ભારતના વિકાસને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય

Advertisement

સુરત– હજીરા: વિશ્વના બે પ્રખ્યાત અને અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ “બનાઉંગા મેં, બનેગા ભારત” નામની નવી ટેલિવિઝન કોમર્શિય લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ભારતની પ્રગતિ અને તેના વિવિધ કુશળ કાર્યબળ પ્રત્યે સામૂહિક ઉત્સાહ અને ગર્વ પેદા કરવાનો છે, જે દેશના વિકાસને શક્તિ આપી રહી છે.

યુવાનોને આકર્ષિત કરવા અને પ્રેરણા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ જાહેરાત ફિલ્મ તાજેતરના રાષ્ટ્રીય ઉપલ્બધિઓને પ્રતિબિંબિત કરે છે, જે ઉચ્ચ મૂલ્ય-વર્ધિત ઉત્પાદન, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિને રેખાંકિત કરે છે.

AM/NS Indiaની વધતી જતી બ્રાન્ડ વેલ્યુને આધારે, ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઈટર ફ્યુચર્સ’ બ્રાન્ડ દ્વારા આધારીત, આ પહેલ આ ક્ષેત્રમાં અગ્રણી ખેલાડી તરીકે AM/NS Indiaની સ્થિતિને મજબૂત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. તે સ્ટીલના ઉત્પાદન માટે કંપનીના સમર્પણને પણ પ્રતિબિંબિત કરે છે જે દેશના સર્વાંગી વિકાસને ચલાવવામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે.

શ્રી દિલીપ ઓમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમારા ગયા વર્ષના ‘રીઇમેજિનિયરિંગ’ અભિયાનની સફળતાના આધારે, આ નવીનતમ પ્રયાસ નવા ભારતમાં યોગદાન આપવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમૃતકાળના ધ્યેય તરફની તેની સફરમાં, ભારત સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર આગળ વધવા માટે મેક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ દ્વારા સ્ટીલ-સઘન વિકાસને અપનાવી રહ્યું છે. અમે અમારા બ્રાન્ડ વચન ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ સાથે વૈશ્વિક અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન હાંસલ કરવા અને દેશની પ્રગતિનો ભાગ બનવા માટે ગર્વ અનુભવીએ છીએ.”

આ જાહેરાત ફિલ્મ ક્રિએટિવલેન્ડ એશિયા દ્વારા બનાવવામાં આવી છે અને ટેલિવિઝન અને ડિજિટલ મીડિયા સેક્ટરમાં ડેન્ટસુ ઈન્ડિયાના એક એકમ iProspect દ્વારા રજૂ કરવામાં આવશે.

આ મનમોહક ફિલ્મ જોવા માટે આ લિંક પર ક્લિક કરો: https://youtu.be/xuBmu3XwA5o

Advertisement