Featured
TractorGyan and Mahindra Farm Machinery set 2 records in Golden Book of World Records-TBT
TractorGyan and Mahindra Farm Machinery set 2 records in Golden Book of World Records
Laxmi Goldorna
Ahmedabad’s New Growth Roadmap: NSE-Listed Laxmi Goldorna House Limited (LGHL) to Grand Launch ‘The Universe by Laxmi’ on May 31st
Restaurants-PNn
Restaurants and Cafés Are Winning With a New Identity With Revive The World
May 25, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Hafele -PNn
Hafele India Delivers the World’s Tallest Movable Wall at ONGC Convention & Exhibition Centre in Goa
May 25, 2026
Yagy Bags Rs.100-150 Cr Annualized Enterprise Orders, Builds Integrated Daily Food Infrastructure Platform
May 25, 2026
Gujarat Surat petrol price hike, the blunt times
Gujarat : Petrol Crosses Rs 101, Citizens Fear Rising Inflation Amid Economic Slowdown
May 25, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Gujarat BJP Chief CR Paatil inaugurated Sparkle Exhibition of SGCCI in Surat
Home/City Events/ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ
City Events

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે...

Times News Network
August 25, 2023 3 Min Read

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો (Sparkle International Gems and Jewellery Exhibition 2023) આજથી ભવ્ય શુભારંભ થયો છે. તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી આ પ્રદર્શનની મુલાકાત લઇ શકાશે.

શુક્રવાર, તા. રપ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સ્પાર્કલ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં સાંસદ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ (Gujarat BJP President) સી.આર. પાટીલ (CR Paatil) ઉદ્‌ઘાટક તરીકે પધાર્યા હતા અને તેમના હસ્તે સ્પાર્કલ પ્રર્દશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે ધર્મપત્ની ગંગાબેન પાટીલની સાથે જ્વેલરી સ્ટોલની વિઝીટ કરી અવનવી ડિઝાઇનર જ્વેલરી નિહાળી હતી અને જ્વેલર્સોને પ્રોત્સાહિત કર્યા હતા. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ પણ સમારોહમાં ઉપસ્થિત રહયા હતા અને તેમણે પણ જ્વેલરીના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ (Ramesh Vaghasia) સ્પાર્કલ પ્રદર્શનમાં સર્વેને આવકાર્યા હતા અને શાબ્દીક ઉદ્‌બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સાથે જ ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટે ઉદ્યોગકારોને હાંકલ કરી છે ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ હાથ ધરેલા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટને વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સુરતમાં જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ છે ત્યારે મિશન ૮૪ અંતર્ગત સ્પાર્કલ પ્રદર્શનના માધ્યમથી વધુમાં વધુ જ્વેલરી વિદેશોમાં એક્ષ્પોર્ટ થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે.

સાંસદ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સનું જે કામ છે એ ખૂબ જ સારી રીતે કરે છે એ સ્પાર્કલ પ્રદર્શનના આયોજનથી પ્રતિપાદિત થાય છે. ચેમ્બર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પોલિસીને ઉદ્યોગ માટે અનુકુળ કરવા પ્રયત્નો કરે છે. સુરતના જ્વેલર્સોએ ભારતીય સંસ્કૃતિ સાથે મેચ કરી જ્વેલરી ડિઝાઇન કરી છે, જેમાં લોકોનું આકર્ષણ વધે છે. લોકોની ખરીદ શકિત વધે છે એના પરથી લોકોની આર્થિક સ્થિતિ સારી છે તે ખબર પડે છે. સ્પાર્કલના આયોજન માટે તેમણે ચેમ્બરને અભિનંદન સાથે એકઝીબીશનની સફળતા માટે શુભેચ્છા આપી હતી.

તેમણે વધુમાં કહયું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સે વાઇબ્રન્ટ ગુજરાત– ર૦ર૪માં પણ સ્પાર્કલ જેવા એકઝીબીશનને સામેલ કરવા માટે રાજ્ય સરકારને અનુરોધ કરવો જોઇએ.

ચેમ્બર દ્વારા બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશન યોજાયું છે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના ૩૦ જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. આ ઉપરાંત સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીના અદ્‌ભુત કલેકશનમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર ઉપરાંત રામ મંદિર, ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પ્રદર્શનમાં મુકાઇ છે.

સુરતના જ્વેલર્સો દ્વારા બિન નિવાસી ભારતીયો, લગ્નસરા તથા આગામી તહેવારોને ધ્યાને લઇને ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં મુકાયા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરાઇ છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ ગ્રાહકોને જોવા મળશે. ખાસ કરીને લગ્નસરાને ધ્યાને લઇને જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગનું ખાસ કલેકશન અહીં ગ્રાહકોને જોવા મળશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્પાર્કલ એકઝીબીશનના ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ભૂતપૂર્વ પ્રમુખો, ગૃપ ચેરમેનો તથા ચેમ્બરના સભ્યો સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સમારોહનું સંચાલન કર્યું હતું.

ચેમ્બરના ઓફિસ બેરર્સ, ભૂતપૂર્વ પ્રમુખો, ગૃપ ચેરમેનો અને એકઝીબીટર્સની ધર્મપત્નીઓ તથા લેડીઝ વીંગ અને વુમન આંત્રપ્રિન્યોર સેલની મહિલા સાહસિકોએ દીપ પ્રાગટયવિધિ સંપન્ન કરી હતી.

Tags:

CR PaatilGujarat BJP PresidentRamesh VaghasiaSGCCISparkle International Gems and Jewellery Exhibition 2023Surat

Share Article

WhatsTool Business: Your Ultimate WhatsApp API Solution for Business
Previous Post

WhatsTool Business: Your Ultimate WhatsApp API Solution for Business

Surat :Inquiry Initiated into Alleged Irregularities in Mangarol Taluka Panchayat's Finance Commission Grant
Next Post

Surat :Inquiry Initiated into Alleged Irregularities in Mangarol Taluka Panchayat’s Finance Commission Grant

Picked
Indonesia WHO tobacco treaty, the blunt times
Indonesia Urged to Ratify WHO Tobacco Treaty Amid Rising Smoking Crisis
TractorGyan and Mahindra Farm Machinery set 2 records in Golden Book of World Records-TBT
TractorGyan and Mahindra Farm Machinery set 2 records in Golden Book of World Records
Laxmi Goldorna
Ahmedabad’s New Growth Roadmap: NSE-Listed Laxmi Goldorna House Limited (LGHL) to Grand Launch ‘The Universe by Laxmi’ on May 31st
Restaurants-PNn
Restaurants and Cafés Are Winning With a New Identity With Revive The World
Reshma
From Operating Theatre to Red Carpet: Dr. Reshma, One of the First Indian Ophthalmologists, Makes History at Cannes in Couture by Modo Caldo
Geetu Parmar -PNN
India’s Famous Astrologer Geetu Parmar Reveals Reality Behind Horoscope Obsession
Popular Posts
Reshma
From Operating Theatre to Red Carpet: Dr. Reshma, One of the First Indian Ophthalmologists, Makes History at Cannes in Couture by Modo Caldo
By TBT Online Desk
Geetu Parmar -PNN
India’s Famous Astrologer Geetu Parmar Reveals Reality Behind Horoscope Obsession
By TBT Online Desk
Rapper Santy Sharma Reacts To Viral ‘Cockroach Janta Party’ Debate, Calls For Stability And Responsible Discourse
By Santhosh Kumar
MIT University
Choosing Skill-Based Learning and Practical Industry Exposure Over Traditional Education Models at MIT University, Sikkim 
By TBT Online Desk
Surat CCTV pole incident, the blunt times
Youth Climbs 35-Foot CCTV Pole in Surat, Causes Panic and Massive Traffic Jam
By Times News Network
Gujarat frozen food export corridor, the blunt times
Gujarat’s frozen food exports get dedicated rail-to-port cold chain corridor
By Times News Network

Read Next

Gujarat Surat petrol price hike, the blunt times
City Events
Gujarat : Petrol Crosses Rs 101, Citizens Fear Rising Inflation Amid Economic Slowdown
May 25, 2026
2 Min Read
Namo Van Morbi Gujarat, the blunt times
City Events
Morbi’s ‘Namo Van’ Turns Barren Land Into Green Forest With 1 Million Trees
May 25, 2026
3 Min Read
Surat CCTV pole incident, the blunt times
City Events
Youth Climbs 35-Foot CCTV Pole in Surat, Causes Panic and Massive Traffic Jam
May 23, 2026
2 Min Read
Gujarat green technology roads, the blunt times
City Events
Gujarat to Roll Out Green Road Revolution with Rs.1,147 Crore Mega Infrastructure Push
May 23, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Indonesia Urged to Ratify WHO Tobacco Treaty Amid Rising Smoking Crisis
May 25, 2026
TractorGyan and Mahindra Farm Machinery set 2 records in Golden Book of World Records
May 25, 2026
Ahmedabad’s New Growth Roadmap: NSE-Listed Laxmi Goldorna House Limited (LGHL) to Grand Launch ‘The Universe by Laxmi’ on May 31st
May 23, 2026
Restaurants and Cafés Are Winning With a New Identity With Revive The World
May 23, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Regional
Education
Entertainment
Health
Press Release
Trending
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy