આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારોએ શપથ લીધી

Advertisement

[ad_1]

અમદાવાદ/ગુજરાત : આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારોનાં  શપથ ગ્રહણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક, રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ઇસુદાન ગઢવી, રાષ્ટ્રીય સંયુક્ત મંત્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, સંસ્થાપક સભ્ય કિશોરભાઈ દેસાઈ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ઉપસ્થિતિમાં 850 નવનિયુક્ત હોદ્દેદારોએ શપથવિધિ સમારોહમાં ભાગ લીધો હતો અને આમ આદમી પાર્ટીને વફાદાર રહેવા અને ગુજરાતમાં જનસેવા અંતર્ગત બદલાવ  માટે શપથ લીધા હતા.

આમ આદમી પાર્ટીના શપથ ગ્રહણ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભારત માતા કી જય સાથે ઉપસ્થિત મીડિયા અને અન્ય લોકોને સંબોધતા કહ્યું કે અમે આમ આદમી પાર્ટી સાથે એટલા માટે જોડાયેલા છીએ કે ભવિષ્યમાં પરિવર્તન આવ્યા બાદ અમે આ વાત આવનારી પેઢીને કહી શકીશું કે  પરિવર્તન માટેની આ લડાઈમાં અમે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અહીં હાજર દરેકને આમ આદમી પાર્ટીમાં નવી જવાબદારીઓ મળી છે. દરેક જણ તેમની જવાબદારીથી ખૂબ જ ખુશ છે, પરંતુ હું કહેવા માંગુ છું કે જેમને હજુ સુધી જવાબદારીઓ અને હોદ્દા મળવાના બાકી છે કે આ માત્ર પ્રથમ સંગઠન છે. ભવિષ્યમાં વધુ  સંગઠનની રચના કરવામાં આવશે અને દરેકને તેમના યોગદાન અને કુશળતા અનુસાર જવાબદારી આપવામાં આવશે. કારણ કે આજે આપણી પાસે પદ પર માત્ર 850 લોકો છે પરંતુ આગળ સરકાર ચલાવવા માટે લાખો લોકોની જરૂર પડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત માટે ચૂંટણી પ્રભારી પ્રો. સંદીપ પાઠક જીના નેતૃત્વમાં અને શ્રી અરવિંદ કેજરીવાલ જીના માર્ગદર્શન હેઠળ એક વિશાળ અને મજબૂત વ્યૂહરચના બનાવવામાં આવી છે. અને આપણે પણ એ જ વ્યૂહરચના પર આગળ વધવાનું છે, જેમ જેમ આપણે તેના પર આગળ વધીશું, તો આપણે પણ માનવા લાગીશું કે હવે ભાજપના લોકો આપણાથી દૂર ભાગી રહ્યા છે. ભાજપ ડરી ગઈ છે, તે ચોક્કસ છે. આજ સુધી ભાજપ માટે કોઈને કોઈ ડર નથી લાગ્યો, ગમે તેટલા પક્ષો આવ્યા, ગમે તેટલા વિરોધ થયા, ગમે તેટલા આંદોલનો થયા, કાર્યકરો આંદોલનો થયા, પોલીસ આંદોલનો થયા, પરંતુ ભાજપ ક્યારેય ડરતી નથી. પરંતુ, હવે ભાજપ ઈમાનદાર આમ આદમી પાર્ટીથી ડરે છે. પરંતુ માત્ર ડરાવાથી કામ નહીં ચાલે, ભાજપને હવે ઘર ભેગી કરવી પડશે, તેમાં ગુજરાતની જનતાનો ફાયદો છે. હવે આ પછી જે પણ મિશન હશે તે માત્ર ભાજપને ઘરે મોકલીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનું જ હશે.

ભગવાને દરેકને અલગ-અલગ તાકાત આપી છે, કોઈ પાસે મનની શક્તિ છે, તો કોઈની પાસે તનની શક્તિ છે, પરંતુ આપણે આપણી બધી શક્તિઓએ  સાથે મળીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે. હું હંમેશ કહું છું તેમ, મારૂ પદ પણ ‘ઝાડુ’ છે, મારો પક્ષ પણ ‘ઝાડુ’ છે, હું પણ ‘સાવરણી’ છે અને આપણે સાથે માંડીને જે સરકાર બનાવીશું તે પણ ‘ઝાડુ’. અહીં કોઈએ ભેદભાવ રાખવાનો નથી, ભાજપના લોકોએ લોકોને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર શરૂ કર્યું છે કે તમારી સાથે અન્યાય થયો છે, પરંતુ હું ભાજપને પૂછવા માંગુ છું કે આખા ગુજરાત સાથે તમે જે અન્યાય કર્યો તેનું શું? મને જે પણ પદ મળ્યું તેનાથી વધુ મહત્વનું છે કે ગુજરાતના બાળકોને કયું પદ મળશે. સારી શિક્ષણ વ્યવસ્થા અને શાળા હોય તો આગળ જતાં બાળકોને કલેક્ટર, ડોક્ટર કે એન્જિનિયરની પોસ્ટ મળી શકે છે. અને તે જ મારું પદ હશે. જો આપણો સમાજ આપણા કારણે હશે તો આપણને ગર્વ થશે. આપણે જોયું છે કે ગુજરાતની સરકારી શાળાના બાળકોને પોતાનું નામ યોગ્ય રીતે કેવી રીતે લખવું તે પણ આવડતું નથી. જો આપણે તેમને શિક્ષણ આપીએ, તેમને કંઈક બનાવીએ, તો તે પણ અમારી જીત હશે. ભવિષ્યમાં વધુ સંગઠનો બનાવવામાં આવશે, જેમાં દરેકને તેમની લાયકાત મુજબ પદ મળશે. ત્યાં સુધી આપણે બધા એ ગુજરાત માટે આમ આદમી પાર્ટીમાં એકતા અને પ્રમાણિકતાથી કામ કરવાનું છે.



[ad_2]

Advertisement