સુરત જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે અધિકારીઓ ખુદી રહ્યા છે ગામડાઓ

આત્મા પ્રોજેકટ ડાયરેકટર એન.જી.ગામીતની અધ્યક્ષતામાં માંગરોળ તાલુકાના ઈસનપુર ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

Advertisement

સુરતઃ રાજ્યના ખેડૂતો વધુમાં વધુ  પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ‘મિશન મૉડ’ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખેડુતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે સુરત જિલ્લાના દરેક ગામોમાં જિલ્લાના ખેતીવાડી, બાગાયત, આત્મા, પશુપાલનના અધિકારીઓ માસ્ટર ટ્રેનરો સાથે પ્રાકૃતિક તાલીમ શિબિર યોજી રહ્યા છે.

આજરોજ જિલ્લાના આત્મા પ્રોજેકટના ડાયરેકટર અને નાયબ ખેતી નિયામક(તાલીમ)શ્રી એન.જી. ગામીતના અધ્યક્ષ સ્થાને માંગરોળ તાલુકાના ઈસનપુર ગામે પ્રાકૃતિક શિબિર યોજાઈ હતી. તેમણે  વિગતો આપતા જણાવ્યું હતું કે, ખેડુતોની સમૃધ્ધિ અને લોકોના સુખી અને તંદુરસ્ત જીવન માટે અપનાવવી પડશે. રસાયણમુકત ખેતીથકી પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ સુયોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે ખેડુતોએ નાના પાયે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જીવામૃત, ધનજીવામૃત જેવા પ્રાકૃતિક કિટ્સ નાશકો બનાવવાની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.

આ અવસરે પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર ખેડુતો દ્વારા ગ્રામજનોને તાલીમબધ્ધ કરવામાં આવ્યા હતા. આમ ગામદીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે અધિકારીઓ ગામડાઓ ખુંદી રહ્યા છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement