સુરતની વી.એન.ગોધાણી ઇંગ્લિશ સ્કૂલમાં ભૂલકાંઓને ઘોડાગાડીમાં સફર કરાવી શાળાપ્રવેશ કરાવ્યો

સુરત મહાનગર પાલિકાના મેયર શ્રીમતિ હેમાલીબેન બોઘાવાલા અને ગોવિંદકાકાએ બાળકોનું સ્વાગત કંકુ-ચોખા સાથે-સાથે ફૂલોના હાર પહેરાવીને ભાવ સાથે કર્યું

Advertisement

વી.એન. ગોધાણી ઈંગ્લિશ સ્કૂલમાં તા. 22/06/2023 ગુરૂવારના રોજ જુનિયર કે.જી.ના ભૂલકાઓ માટે અધ્યાપન એ આત્મનતક અનેરા ભાવાત્મક વાતાવરણમાં પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશઉત્સવમાં બાળકો તો તૈયાર થઈને આવ્યા હતા પણ સાથે સાથે તેના મમ્મી પપ્પા પણ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહ્યા હતા.

સુરત મહાનગર પાલિકાના મેયર શ્રીમતિ હેમાલીબેન બોઘાવાલા અને ગોવિંદકાકાએ બાળકોનું સ્વાગત કંકુ-ચોખા સાથે-સાથે ફૂલોના હાર પહેરાવીને ભાવ સાથે કર્યું. બાળકોના આ દિવસને વધારે યાદગાર બનાવવા વરરાજાની જેમ ઢોલ-નગારા સાથે ઘોડાગાડીમાં બાળકોને ફેરવવામાં આવ્યા એ સમયે તમામ વાલીઓએ ગરબા લઈને નવા પ્રવેશ પામતા બાળકોને વધાવ્યા હતા.

આજે ફુલ ડે સ્કૂલમાં મનોરંજન માટે જમ્પિંગ, કાર્ટૂન કેરેક્ટર, મહેંદી કોર્નર, પોપકોર્ન, આઇસક્રીમ વગેરેની બાળકોએ મજા માણી હતી. વિવિધ પ્રકારના રમકડાંઓ દ્વારા બાળકોને સ્કૂલમાં પણ નવું વાતાવરણ આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

મુખ્ય મહેમાન તરીકે સુરત મ્યુનિસિપલ કોપોરેશનના મેયર શ્રીમતી હેમાલી બોધાવાલા જણાવ્યુ હતું કે, બાળકની માસુમિયત, મુસ્કાન અને નિખાલસતા ને જોઈએ ફરી બાળક બનવાનું મન થઇ જાય છે. આ બાળકોનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને એવી પ્રાર્થના કરીએ છીએ.! ગોવિંદકાકાએ કહ્યું કે, આ રીતની ઉજવણી થકી બાળકને સ્કૂલ પોતાની લાગે અને રમતા રમતા આવે એવા ભાવ સાથે ટ્રસ્ટ પરિવાર આ રીતે બાળકની સાથે બાળક બને છે.

ભગવાનભાઈ એ પણ બાળકોને વધાવ્યા હતા. આ કાર્યક્રમમાં કતારગામના નગરસેવક શ્રી ઘનશ્યામભાઈ સવાણી અને જયશ્રીબેન વરિયા તેમજ વેડરોડ કતારગામ મેડિકલ એસોશીએસનના ડોકટર મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

Advertisement