ધ વર્લ્ડ : હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટરનો 17મી સપ્ટેમ્બરે યોજાશે ગૃહ પ્રવેશ

ધ વર્લ્ડ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે યોજાયેલ ઇન્વેસ્ટર્સ મીટ & ગ્રીટ માં હિંદવા ગ્રુપના કેયુર ખેની દ્વારા કરાઇ મહત્વપૂર્ણ જાહેરાતો

Advertisement

સુરત :  ભારતની સ્માર્ટ સિટી ની હરોળમાં પ્રથમ ગણાતા સુરત (Surat) તેમજ વર્ષ 2013 અને 2019માં બેસ્ટ સિટી ટુ લિવ ઈન તરીકે સ્થાન પામેલા સુરત શહેરમાં નિર્મિત ગુજરાતનું પહેલું હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટરનું (Hospitality and Convention Center)  નિર્માણ કાર્ય હવે પૂર્ણ થતાં દેશને એક ભેટ સ્વરૂપે આગામી 17મી સપ્ટેમ્બર, 2023એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના (Prime Minister Narendra Modi) જન્મદિવસે ગૃહ પ્રવેશનું (Gruh Pravesh) આયોજન કરવામાં આવ્યું છે. 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પર્વ પર આયોજિત ઇન્વેસ્ટર્સ મીટ & ગ્રીટ માં કેયુર ખેની (Keyur Khaini) દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

અગાઉ આ પ્રોજેક્ટનું સોફ્ટ લોન્ચ શ્રીમતી દર્શનાબેન જરદોશ (સુરત સાંસદ અને રાજ્યમંત્રી – રેલ્વે અને કાપડ) અને શ્રી સી. આર. પાટીલ (નવસારી સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ) ના વરદ હસ્તે થયેલ હતું, ત્યારે દર્શનાબેને આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું કે “અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનના નજીક વિસ્તારમાં તેમજ ડાયમંડ અને ટેક્ષટાઇલ હબ માં આકાર પામેલ ધ વર્લ્ડ સુરતનું એક સુંદર નજરાણું બની રહેશે”, તેમજ સી. આર. સાહેબે ઉમેર્યું કે “સુરત માં આજે હોસ્પિટાલિટી પ્રોપર્ટીની ખુબજ માંગ છે અને શહેરના મધ્યબિંદુ માં સ્થિત આ પ્રોજેક્ટ કદની દૃષ્ટિએ સૌથી વિશાળ છે જે સુરતમાં ઘણા સમયથી ચાલી આવતી હોસ્પિટાલિટી સ્પેસ ની ઉણપ ને પુરી કરશે”.

ધ વર્લ્ડ (The World) ખાતે 15મી ઓગસ્ટ, મંગળવારના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્વેસ્ટર્સ મીટ & ગ્રીટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેયુર ખેનીએ સમગ્ર પ્રોજેક્ટ અંગે રોકાણકારોને વિસ્તૃત માહિતી આપવા સાથે જ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. કેયુર ખેનીએ જણાવ્યું હતું કે તેઓ ધ વર્લ્ડ – હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટર ની સાથે લાઈફસ્ટાઈલ ફેમિલી ક્લબ ડિલિવર કરી રહ્યા છે. જ્યાં વ્યક્તિ અનંત સંસાધનોનો ઉપયોગ કરી શકે છે અને તેમની ક્ષમતાઓને અડગ રીતે વિકસાવી શકે છે. સુરતનું આ પહેલું હોસ્પિટાલીટી એન્ડ કન્વેન્શન સેન્ટર છે જે કેન્દ્રીય ટુરિઝમ મંત્રાલય અને ગુજરાત ટુરિઝમ ની પોલિસી અનુરૂપ બનેલું છે. ધ વર્લ્ડ ખાતે આધુનિક સુવિધાઓથી સુસજ્જ કુલ 288 ડીલક્સ અને એક્ઝિક્યુટિવ પ્રીમિયમ એપાર્ટમેન્ટ રૂમ્સ છે. આ ઉપરાંત મિટિંગ, ઇવેન્ટ અને સેલિબ્રેશન સ્પેસ જેવા ઘણા એરિયા ખુબજ સારી રીતે વિકસાવવા માં આવ્યા છે, જે તમારા પ્રસંગોની ઉજવણી યાદગાર બનાવી દેશે.

The World: Hospitality and Convention Center's grand opening will be held on September 17

ધ વર્લ્ડ માં ‘યુ!થીન્ક’ નામ થી બિઝનેસ ઓરિએન્ટ સ્પેસ પણ છે જ્યાં કો-વર્ક માટેની જગ્યા ભાડેથી મળશે એટલું જ નહીં પણ દેશના યુવાનો, ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો અને કોર્પોરેટ્સ માટે એક વર્ચ્યુઅલ એડ્રેસ બની રહેશે.

આ પ્રસંગે કેયુર ખેની એ ધ વર્લ્ડમાં રોકાણ કરનારાઓને થનારી આવક વિશે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ધ વર્લ્ડ હવે સંપૂર્ણ રીતે સંચાલન માટે સજ્જ છે તેમજ હાલ માં હોટેલ કોઈપણ પ્રસંગ અથવા ઇવેન્ટના આયોજન માટે કાર્યરત થઇ ચુકી છે અને આગામી 17મી સપ્ટેમ્બરના રોજ ગૃહ પ્રવેશ યોજાશે. ત્યારબાદ 15મી ઓક્ટોબર થી નવરાત્રિની ઉજવણી, 9 થી 14 નવેમ્બર સુધી દિવાળી પર્વ ની ઉજવણી, 25 મી ડિસેમ્બરે ક્રિસમસ અને 31મી ડિસેમ્બરે ન્યૂ ઇયર સેલિબ્રેશન થશે.

 ભારતની આઝાદી દિન ના પર્વે યોઝાયેલ આ મીટમાં ગ્રુપ દ્વારા પોતાના ઇન્વેસ્ટર્સ માટે એક મીની બેંક રૂપી ભેટ ની પણ જાહેરાત કરવામાં આવી છે અને આવી એસેટ્સ-બેક્ડ ફાઇનાન્સિયલ ટેક્નોલોજીની રૂપરેખા ને રોકાણકારો એ પબ્લિક લિમિટેડ કંપનીથી પણ વિશેષ તુલના માં મૂકી છે. ધ વર્લ્ડ પ્રોજેક્ટ સંપૂર્ણ FinTech આધારિત હોવાનું જણાવતા કંપનીએ પોતાની હાર્ટ-સૈ મોબાઈલ એપ્લિકેશન અને UPI એપ્રુવ્ડ પેમેન્ટ કાર્ડ ની પણ જાહેરાત કરી હતી જેનાથી હિંદવા ગ્રુપના રોકાણકારો ને થતી આવક ને દુનિયા ભર માં વાપરી શકાશે તેમજ આ મોડ્યુલ ગ્રુપની લેન્ડ બેંક ને જોડી પોતાના રોકાણકારો ને સરળ દરે ફાયનાન્સ પણ અપાવશે.

શહેરના હરી ક્રિષ્ના ગ્રુપ કે જે ધંધાકીય અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર છે, તેના પ્રણેતા એવા પર્યાવરણ પ્રેમી પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા તેમજ તેનો પરિવાર ટેકનોલોજી ઇનોવેશન માં ખુબ જ આગવું સ્થાન ધરાવે છે. તેઓ ના તરફથી ઉપસ્થિત રહેલ રાજેશ ધોળકીયા એ જણાવ્યું કે દેશ-વિદેશ માં અમે ઘણી બધી પ્રોપર્ટીઓ ધરાવીએ છીએ તેમજ ધ વર્લ્ડ માં સ્ટેકહોલ્ડર પણ છીએ. આવી આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ધરાવતી પ્રોપર્ટી ને સુરત માં લાવી હિંદવા ગ્રુપે ધ વર્લ્ડ મારફતે શહેર, રાજ્ય તેમજ સમગ્ર દેશ ને એક આગવી ભેટ આપી છે. આ ઉપરાંત સારું એવું પોટેન્શિયલ ધરાવતી FinTech ઇન્ડસ્ટ્રી માં આગેકૂચ કરવાના નિર્ણયમાં અમે હર હંમેશ મારા મિત્ર કેયુર ખેની ની સાથે છીએ.

આ પ્રોજેક્ટમાં શરૂઆતથી જ સહભાગી ઇન્વેસ્ટર એવા શહેર ના પ્રતિષ્ઠિત ડોક્ટરો માના એક ડો. પ્રકાશ એમ. પટેલ (શારદા હોસ્પિટલ) પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટને નજર સામે બનતા નિહાળ્યો છે અને આજે જે આકાર પામ્યો છે તે અમારી બધી જ જરૂરિયાત પૂર્ણ કરે છે. અમે ખુબ જ ઉત્સાહ થી આ મોડ્યુલ ના સહભાગી થઈએ છીએ અને અમે આ પ્રોજેક્ટની ભવિષ્યમાં આવનાર શૃંખલા ના પણ સહયોગી રહીશું.

આ પ્રોજેક્ટ દેશ-વિકાસ તેમજ સંસ્કૃતિ ને સમર્પિત છે તેથી અહી વસુધૈવ કુટુમ્બકમ તેમજ થતા અતિથિ દેવો ભવ: ના સૂત્ર ને સાકાર કરતી એક આગવી હોસ્પિટાલિટી પેશ કરે છે જે વર્લ્ડ ક્લાસ ફેસીલીટીઝ થી ભરપૂર છે. રિઅલ એસ્ટેટ ક્ષેત્રના રોકાણકારોને સંપૂર્ણ બેકઅપ સાથે ફાઇનાન્સ કરાવી તેઓને થતી આવકથી જ તેઓને યુનિક લાભ આપીને હિંદવા ગ્રુપે પોતાના રોકાણકારો નું દિલ જીતી લીધું છે તેમજ તમામ રોકાણકારોએ ગ્રુપને સપોર્ટ આપી આ મોડલ ને આગળ વિસ્તરણ માટે nod આપી છે.

વધુમાં કેયુર ખેની એ જણાવ્યું હતું કે વિવિધ પ્રકારના બાંધકામ અનુભવો બાદ તેમણે શહેરને મલ્ટી-ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ ડિલિવર કર્યા છે જે આજે સુરતના મહત્વના નવા ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ટ-અપ્સ તેમજ પહેલેથી જ સારી રીતે સ્થાપિત ઉદ્યોગો માટે ઓળખનું નવું સરનામું બની ગયેલ છે, જેની સફળતા બાદ તેમણે હોસ્પિટાલિટી ક્ષેત્રે પણ વિકાસ દોડ કરી હતી.

ઇવેન્ટ માં ધ વર્લ્ડ ની રૂમ્સ તેમજ વિવિધ પ્રકારની કમર્શિઅલ સ્પેસના રોજિંદા લાગુ પડનારા ભાવ બહાર પાડવામાં આવ્યા હતા તેમજ ગુજરાત અને સમગ્ર દેશ ટુરિઝમ ક્ષેત્રે આગળ વધે એવા મોદી સરકાર ના સ્વપ્ન ને સાકાર કરવાના માળખાની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. વધુમાં, કંપનીના સ્પોક પરસન અનિલ રાદડીયા એ જણાવ્યું હતું કે અમે રવિવાર તા. 20 ઓગસ્ટ 2023 એ અમારી આ મીટ & ગ્રીટ ની વિસ્તૃત માહિતી ફેસબુક અને યુટ્યુબ જેવી સોશિયલ મીડિયા ચેનલો મારફતે રિલીઝ કરી છે, જેને નિહાળવાથી લોકોને જાણવા મળશે કે ભારતના કોઈપણ નાગરિક તેમજ ભારત સાથે જોડાયેલા બહાર દેશ માં વસતા NRI નાગરિકો કેવી રીતે ધ વર્લ્ડના આ અનોખા બિઝનેસ મોડ્યૂલ માં ઈન્વેસ્ટ કરી શકે અને સંપૂર્ણ બેકઅપ સાથેની આ ફાઇનાન્સિયલ મોડ્યુલ માં કેવી રીતે સારી એવી આવક મેળવી અને વાપરી પણ શકે.

સોશિયલ મીડિયા તેમજ સોશિયલ સર્કલ માં એક અનોખી વાઇબ્રન્ટ અને યંગ એન્ટરપ્રેન્યુઅર ની છાપ ધરાવનાર કેયુર આજે દેશભરના યંગ એન્ટરપ્રેન્યુઅર સાથે સાંઠ ગાંઠ ધરાવે છે. તેમણે પોતાની જીવનશૈલી તેમજ કાર્ય કુશળતા અને નવીનતા થી ખુબજ લોકચાહના મેળવી છે જેની ઓળખ આજે હિંદવા ગ્રુપના નામ થી ઓળખાય છે અને હવે FinTech ક્ષેત્રે પણ પોતાના કામનું વર્ટિકલ ઇન્ટિગ્રેશન ઉભું કર્યું છે, જેને સસ્ટૈનેબલ ઈકોસિસ્ટમ નું રૂપ આપ્યું છે. ઇન્વેસ્ટર્સ મીટ & ગ્રીટ માં તેમના દ્વારા આપવામાં આવેલ પ્રેઝેન્ટેશનમાં લોકો ને દેશની બિલિયન ડોલર માર્કેટ વેલ્યુ ધરાવતી 24 યુનિકોર્ન કંપનીઓ તેમજ બિલિયન ડોલર માર્કેટ વેલ્યુ તરફ ઝડપથી આગળ વધતી સુનિકોર્ન કંપનીઓ વિશે પણ માહિતી આપી હતી.

અંતે ગ્રુપ વિશે વાત કરીયે તો સુરત અને અમદાવાદ માં બાંધકામ ક્ષેત્રે હિંદવા ગ્રુપ સારું એવું નામ ધરાવે છે. કંપની ઘણા બધા રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ સફળતા પૂર્વક ડિલિવર કરી ચુકી છે, તેમજ અત્યાધુનિક મલ્ટી-ઇન્ડસ્ટ્રીયલ અને ટેક્ષટાઇલ પાર્ક પણ નિર્મિત કર્યા છે જ્યાં હાલમાં દેશ-વિદેશની નામી-ગિનામી કંપનીઓ એ પોતાના પ્રોડક્શન યુનિટ્સ સ્થાપ્યા છે. આ ઉપરાંત ગ્રુપ ટેકનીકલ ટેક્ષટાઇલ અને એડ્યુકેશન ક્ષેત્ર માં પણ કાર્યરત છે. ધ વર્લ્ડ ની સફળતા બાદ ગ્રુપ હોસ્પિટાલિટી ક્ષેત્રે પણ હરણફાળ કરશે એવું મનાઈ રહ્યું છે.

Advertisement