સુમુલના પ્રમુખ માનસિંહ પટેલ ને સંઘના નિયામક મંડળના સભ્ય તરીકે દૂર કરવા માંગ

દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના પ્રમુખોએ એવા આક્ષેપો કર્યા છે કે સંઘના પ્રમુખશ્રી માનસિંહ પટેલ નો ઇરાદો સંઘની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાનો નથી પરંતુ તેઓ એકમાત્ર ઉદ્દેશથી સંઘમાં સીધી રીતે આર્થિક લાભો મેળવે છે

Advertisement

સુરત : સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી ના છ જેટલા દૂધ મંડળીના પ્રમુખ ખોએ સુમુલના પ્રમુખ માનસિંહ પટેલને ગુજરાત સહકારી કાયદાની કલમ 76 બી અન્વયે નિયામક મંડળના સભ્ય પદેથી દૂર કરવા માંગ કરી છે.

ધી પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના પ્રમુખશ્રી નોસીર ભાઈ પારડીવાલા, વરેલી દૂધ ઉત્પાદક સંઘ મંડળી લિમિટેડના પ્રમુખશ્રી યુસુફભાઈ શેખ, ધ ભાડભુંજા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ ગામીત, દ બેડદા દૂધ મંડળીના પ્રમુખશ્રી રાયસીંગભાઇ ચૌધરી અને જુનવાણી દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખશ્રી દલપતભાઈ ચૌધરી નાઓએ સુમુલના પ્રમુખશ્રી માનસિંહ પટેલને તાત્કાલિક અસરથી સભ્યપદે થી દૂર કરવા માંગ કરેલ છે.

દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના પ્રમુખોએ એવા આક્ષેપો કર્યા છે કે સંઘના પ્રમુખશ્રી માનસિંહ પટેલ નો ઇરાદો સંઘની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાનો નથી પરંતુ તેઓ એકમાત્ર ઉદ્દેશથી સંઘમાં સીધી રીતે આર્થિક લાભો મેળવે છે. પ્રમુખ માનસી પટેલ તથા તેઓના મળતીયાઓએ M/s સોમ  ઇન્ડસ્ટ્રીઝ નામથી એક ભાગીદારી પેઢી બનાવેલ છે જે ભાગીદારી પેઢીના ભાગીદાર તરીકે માનસી હે પટેલ અને તેમના બે પુત્રો પાર્થ પટેલ અને કૃપલ પટેલ અને અન્ય ભાગીદારો સાથે રાખેલ છે.  આ ઉપરાંત સંઘ સાથે વિવિધ કામોમાં સંયોજિત એવા સંઘના કોન્ટ્રાક્ટર શ્રી પવન કુમાર મિસ્ત્રીએ તેઓના પુત્ર વાસ્તુ મિસ્ત્રી તથા તેમની દીકરી નામે નમ્રતા મિસ્ત્રી સહિત ભરતભાઈ પટેલને M/s સોમ  ઇન્ડસ્ટ્રીઝ ની ભાગીદારી પેઢીમાં ભાગીદાર તરીકે સામેલ કરેલ છે.

માનસિંહ પટેલ ની ભાગીદારી પેઢી સોમ ઇન્ડસ્ટ્રી એ નવસારી ખાતે 10,960 ચોરસ મીટર બિનખેતી જમીન માં પોલી પ્રોપ્લિન વોવન સેક અને પ્લાસ્ટિકમાંથી ઉત્પાદન કરવામાં આવતા ફેબ્રિક મટીરીયલ વગેરેનું મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવેલ છે.

વર્ષ 2020 માં જ્યારે માનસિંહ પટેલ સુમુલના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા ત્યારે તેમણે રુદ્ર એન્ટરપ્રાઇઝને સુમુલ ડેરી માટેની તમામ કેટલફીડ બેગ, દૂધની થેલી અને અન્ય વસ્તુઓ માટે વપરાતી પોલીપ્રોપીલીન બેગોનો ઓર્ડર સોમ ઇન્ડસ્ટ્રીઝમાં આપવામાં આવ્યો. તેમજ તેમના મળતીઆવોને તથા પુત્રોને આર્થિક લાભ અપાવવા તેમજ મેળવવા સંઘનાહિત વિરોધનું કામકાજ કર્યું. તદુપરાંત ટેન્ડરિંગનું કામ પણ દેખાવ ખાતર કરવામાં આવે છે અને ચેરમેન તરીકે તેમના દીકરાઓના નામે લાભ આપે એવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે.

ઉપરોક્ત સમગ્ર વ્યવહારો ધ્યાનમાં લેવામાં આવે તો સમગ્ર વ્યવહારમાં સુમુલના ચેરમેન શ્રી માનસિંહ પટેલ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સુમુલ સાથે સંકળાયેલા છે અને સુમુલમાંથી તેઓના પુત્રો મારફતે આર્થિક લાભો મેળવીને સંઘના પેટા કાયદા તથા સહકારી કાયદાની જોગવાઈઓનો ભંગ કરે છે.

જેથી સંઘના પ્રમુખ શ્રી માનસિંહ પટેલ સંઘના નિયામક મંડળના સભ્ય તરીકે ચાલુ રહેવા પાત્ર નથી. જેથી સંઘ સાથે જે કરાર કરેલ છે અને સંઘ સાથેના ધંધામાં તેઓ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા છે.

Advertisement