અદાણી હજીરા પોર્ટ ખાતે કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય વિશ્વ દિવસની ઉજવણી થઈ
આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોનું એ બાબત પર ધ્યાન દોરવાનો છે.
હજીરા, સુરત : વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયો કંપનીના એક ભાગ અદાણી હજીરા પોર્ટ ખાતે “કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ” ના ઉપક્રમે વિભિન્ન પ્રકારના સલામતી અને આરોગ્ય કાર્યક્રમોનુ આયોજન જાગૃતિ વધારવા કરવામા આવ્યુ હતુ. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોનું એ બાબત પર ધ્યાન દોરવાનો છે. જેથી તંદુરસ્ત કાર્ય પ્રવૃતિને પ્રોત્સાહન મળે અને કામ સંબંધિત મૃત્યુ અને ઇજાઓ ઓછી થાય. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને(ILO) કામ પર થતા અકસ્માતો, આરોગ્ય જાળવણી અને કર્મચારીઓની સલામતી વધારવા બાબતે વર્ષ 2003 28 એપ્રિલથી દર વર્ષે વિશ્વ સલામતી અને આરોગ્ય દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું છે.
અદાણી હજીરા પોર્ટ લિમિટેડના ઇન્વાયરન્મન્ટ, હેલ્થ, સેફ્ટી એન્ડ ફાયરના અસોસિયેટ જનરલ મેનેજર રૂપેશ જાંબુડીએ જણાવ્યુ હતું કે, સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અહીં કામ કરતા લોકોની સલામતી માટે અમે અનેકવિધ વ્યવસ્થા કરી છે. પરવારણ જાળવણીની પ્રતિબદ્ધતા સાથે અમે અમારા કાર્યસ્થળ ઉપર અમારી કામગીરીમાં શૂન્ય મૃત્યુ, શૂન્ય ગંભીર ઈજા, સલામત ડ્રાઇવિંગ, સ્વસ્થતા જેવા અનેક મુદ્દાને પ્રાધાન્ય આપીએ છીએ.
દરવર્ષે 28 એપ્રિલે ઉજવાતા કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસની ઉજવણી વખતે કામદારોમા સુરક્ષા પ્રત્યે જાગૃતિ માટે માસ ટૂલ બૉક્સ ટૉક્સ, સ્વાસ્થ્ય જાગૃતિ માટે ફર્સ્ટ અઈડ ટ્રેનિંગ અને સુરક્ષા ઉત્કૃષ્ટતા કેન્દ્રની મુલાકાત કારવાઈ હતી. વિવિધ કર્મચારીઓ માટે ખાસ યોગ સેશન પણ રાખવામા આવ્યા હતા. આ કાર્યક્રમોમાં સહભાગી થનાર અલગ અલગ વિભાગના જાગૃત કામદારોને પ્રોત્સાહક ઈનામો પણ આપવામાં આવ્યા હતા.