અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા ચોર્યાસી અને ઓલપાડની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ માટે સમર કેમ્પ યોજાયો

આ કેમ્પમાં ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની 16 સરકારી પ્રાથમિક શાળામાં આયોજિત કરવામાં આવ્યો

Advertisement

સુરત: અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત 07 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની 16 સરકારી પ્રાથમિક શાળામાં આયોજિત કરવામાં આવ્યો. કેમ્પમાં કુલ 550 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓ વેકેશનના સમયનો સાર્થક અને ફળદાયી ઉપયોગ કરી શકે તે માટે ઉનાળાના વેકેશનમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉત્થાન પ્રોજેક્ટ દ્વારા સમર કેમ્પનું આયોજન વિદ્યાર્થીઓ “જીવન લક્ષી” કૌશલ્ય પ્રાપ્ત કરે તે હતો. 24/04/2023 થી તારીખ 01/05/2023 દરમિયાન ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ રોજ સવારે આઠથી અગિયાર સુધી વિદ્યાર્થીઓએ શાળામાં આવી વિવિધ પ્રવૃતિ કરતાં હતા. વાર્તા લેખન, ઓરીગામી, વાર્તા કથન, પપેટ બનાવવા, સુડોકુ, ક્રોસવર્ડની રમત, ટી-શર્ટ કે રૂમાલ પર અર્થપૂર્ણ લખાણ, સમૂહ વાંચન, ફેમલેસ રસોઈ, કાગળમાંથી થેલી બનાવવી, શુભેચ્છા કાર્ડ બનાવવા, સમાચારપત્રનું વાંચન, વનભોજન અને દાદી દાદા કે નાના – નાની દ્વારા લોકવાર્તાઓ કહેવાય જેવી  13 જેટલી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના રસ-રુચિ, વલણ, પ્રતિભા, યોગ્યતા વગેરેનું મૂલ્યાંકન પણ થઈ શક્યું જેના આધારે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને આવી વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ વધે તે હતો.  કેમ્પનું આયોજન ઉનાળુ પરીક્ષા પૂર્ણ થયા બાદ થયું હતું અને વિદ્યાર્થીઓ સ્વૈછિક રીતે આ કેમ્પમાં જોડાઈને પ્રવૃતિમાં જોડાઈ એની ખાસ ધ્યાન રાખવામા આવ્યું હતું.

Advertisement