મીડિયા ક્ષેત્ર અને વ્યવસાયમાં પત્રકારત્વ ઉપરાંત સમકાલીન ક્ષેત્રે પત્રકારત્વલક્ષી સ્ટાર્ટ-અપ કે સ્વરોજગારીની તકો પર વ્યાખ્યાન અને ચર્ચાસત્ર

Advertisement

[ad_1]

રાજકોટ (ગુજરાત) [ભારત] : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ સ્થિત શ્રી અમૃતલાલ શેઠ પત્રકારત્વ ભવન ખાતે મંગળવારે તારીખ ૨૦મી સપ્ટેમ્બર ૨૦૨૨નાં રોજ બપોરે ૨ઃ૩૦ વાગ્યે એક વ્યાખ્યાન અને ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવેલ છે, જેમાંમીડિયામાં પત્રકારત્વ ઉપરાંત સમકાલીન ક્ષેત્રે પત્રકારત્વલક્ષી સ્ટાર્ટઅપ કે સ્વરોજગારીની તકોવિષય પર ઈન્ડિપેન્ડેન્ટ જર્નલિસ્ટ (સ્વતંત્ર પત્રકાર) હિમાંશુ ભાયાણી વિગતવાર માહિતી આપશે અને વિગતો આપ્યા બાદ પ્રશ્નોત્તરી ચર્ચામાં ભાગ લેશે.

હિમાંશુ ભાયાણીએ માહિતી આપી છે કે જુદા જુદા ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ તેમના અનુભવનો નિચોડ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સ્થિત પત્રકારત્વ ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરે અને તેમના અનુભવોથી પત્રકારત્વ ક્ષેત્રે કારગિર્દી ઘડનારા વિદ્યાર્થીઓ માટે આવો વાર્તાલાપ માર્ગદર્શક બને તેવા હેતુથી આવા વ્યાખ્યાન અને ચર્ચાસત્રનું આયોજન શ્રી .ડી.શેઠ પત્રકારત્વ ભવન ખાતે દર મંગળવારે કરવામાં આવે છે.

હિમાંશુ ભાયાણી સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરાષ્ટ્રીય મીડિયા ક્ષેત્રે ૨૫ વર્ષનો પત્રકાર તરીકે કાર્યકારી અનુભવ ધરાવે છે.

હિમાંશુભાઈ ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં અખબારો, મેગેઝીનો, ટેલિવિઝન ચેનલો, સમાચાર એજન્સીઓ કે ન્યુઝવાયર સંસ્થાઓ તેમજ કન્વર્જન્ટ મીડિયામાં (ઓનલાઈન/ડીજીટલ/સોશિયલ મીડિયામાં) પત્રકાર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

તેઓ મીડિયા ક્ષેત્રે અને પત્રકારત્વનાં વ્યવસાય ઉપરાંત સમકાલીન ક્ષેત્રે પત્રકારત્વલક્ષી સ્ટાર્ટઅપ કે સ્વરોજગારીની તકો પર વ્યાખ્યાન અને ચર્ચાસત્ર સંબોધશે.

સાલ ૧૯૯૬થી સાલ ૨૦૧૮ સુધી હિમાંશુભાઈ પત્રકારત્વ ક્ષેત્રે પત્રકાર તરીકે નોકરીમાં કાર્યરત હતા.

તેઓ બ્લ્યુમબર્ગ, બીબીસી, સીએનબીસી ટીવી18, આજતક અને હેડલાઈન્સ ટુડે ટીવી ચેનલ (ઇન્ડિયા ટુડે જૂથ), ઝી આલ્ફા ટીવી ગુજરાતી, ઝી ન્યુઝ, કોજેન્સીસ ન્યુઝવાયર સંસ્થા, બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબાર, ડીએનએ અખબાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અખબાર, ઇન્ડિયન એક્સ્પ્રેસ અખબાર, પેટ્રોવોચ આંતરાષ્ટ્રીય મેગેઝીન, ડેઈલી શિપિંગ ટાઈમ્સ અખબાર, દેશ પરદેશની આજકાલ અખબાર સાથે સંકળાયેલા હતા.

હિમાંશુભાઈ ન્યુઝ ગેધરિંગ, ન્યુઝ ઓથેન્ટિકેશન અને ન્યુઝ રિપોર્ટિંગ તેમજ  એડવર્ટાઈઝમેન્ટ સ્પેસ સેલિંગ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે

સૌરાષ્ટ્રકચ્છમાં ક્ષેત્રીય તેમજ ગુજરાતમાં  રાજ્યસ્તરે ઉપરોક્ત સમાચાર સંસ્થાનોમાં સુકાની ભૂમિકામાં તેઓ સમાચાર અને પત્રકારત્વલક્ષી જવાબદારીઓ નિભાવી ચુક્યા છે.

હાલ હિમાંશુભાઈ રાજકોટ સ્થિત છે અને રાજકોટ રહીને કાનૂની ક્ષેત્રે બિઝનેસ લીગલ જર્નલિઝમ સાથે સંકળાયેલા છે, તેઓ આંતરાષ્ટ્રીય લો ફર્મ સાથે વ્યાપારવાણિજ્યલક્ષી કાનૂની પત્રકારત્વ કરે છે.

તદુપરાંત હિમાંશુભાઈ વૈશ્વિક ક્ષેત્રે ગેમિંગ, ગેમ્બલિંગ અને એન્ટરટેનમેન્ટ (ઈન્ટરેક્ટીવ ગેમિંગ, કેસીનો અને મનોરંજન) સંદર્ભેની આંતરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત કંપનીઓનું રિપોર્ટિંગ સંભાળે છે, જેમાં તેમની રિપોર્ટિંગની જવાબદારી એશિયાઈ બજારો કેન્દ્રિત છે.

હિમાંશુભાઈ આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પાયલોટ પ્રોજેક્ટરૂપે ગુજરાતમાં સૌપ્રથમ વખત કાર્યરત થનારા એક ત્રિમાસિક ફેક્ટચેકીંગ પ્રકલ્પનાં વડા છે.

તદુપરાંતહિમાંશુભાઈ બિઝનેસ જર્નલિઝમ કેન્દ્રિત પોતાનું કન્વર્જન્ટ મીડિયા પ્રકલ્પ ડેટલાઇન ગુજરાત (datelinegujaratnews.com) પણ ચલાવે છે અને એક ઈન્ડિપેન્ડેન્ટ જર્નલિસ્ટ તરીકે પણ કાર્યરત છે.

તો આપ સહુ પત્રકારત્વનાં વિદ્યાર્થીઓ અને પત્રકારત્વનાં વ્યવસાય સાથે સંકળાયેલા પત્રકારમિત્રો મંગળવારે હિમાંશુભાઈ દ્વારા આપનારા વ્યાખ્યાન અને ચર્ચાસત્રમાં ભાગ લઈને એમનાં અનુભવોને સાંભળો તેમજ સમજો, મીડિયા ક્ષેત્ર અને વ્યવસાયમાં પત્રકારત્વ ઉપરાંત સમકાલીન ક્ષેત્રે પત્રકારત્વલક્ષી સ્ટાર્ટઅપ કે સ્વરોજગારીની કેવી અને ક્યા પ્રકારની તકો છુપાયેલી છે તે જાણવા અને સમજવા પધારો તેવું ભાવભર્યું આમંત્રણ છે



[ad_2]

Advertisement